Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત સાયન્સ સિટી દ્વારા પૃથ્વી દિવસની ઉજવણી

પૃથ્વીના સંરક્ષણ માટે શક્ય ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા માટે 1970થી પ્રતિવર્ષ 22 એપ્રિલના રોજ વિવિધ થીમ અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)ની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વીની જાળવણી અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત સાયન્સ સિટી ખાતે  22 એપ્રિલ 2022 ના રોજ આ વર્ષ ની થીમ ‘આપણી પૃથ્વીમાં રોકાણ કરીએ’ – Invest In Our Planet અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી નિમિતે એમ.જી. સાયન્સ ઈન્સ્àª
ગુજરાત સાયન્સ સિટી દ્વારા પૃથ્વી દિવસની ઉજવણી
Advertisement
પૃથ્વીના સંરક્ષણ માટે શક્ય ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા માટે 1970થી પ્રતિવર્ષ 22 એપ્રિલના રોજ વિવિધ થીમ અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)ની ઉજવણી કરવામાં આવે છે. 
પૃથ્વીની જાળવણી અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત સાયન્સ સિટી ખાતે  22 એપ્રિલ 2022 ના રોજ આ વર્ષ ની થીમ ‘આપણી પૃથ્વીમાં રોકાણ કરીએ’ – Invest In Our Planet અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી નિમિતે એમ.જી. સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ના જીઓલોજી વિભાગના પ્રો. હેમંત મજેઠીયા સાથે ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મજેઠીયાએ તેમના લેકચર દરમિયાન પૃથ્વી ગ્રહ ના મહત્વ વિશે જણાવ્યુ હતું તથા પૃથ્વીના સંવર્ધન માટે કેવા પગલાઓ લઈ શકાય તે વિશે જણાવ્યુ હતું. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ પૃથ્વીની સુરક્ષા અને જતન માટે જાગૃત બની પૃથ્વી પ્રત્યે આદર અને પ્રેમ રાખી સ્ત્રોતના પુન:ઉપયોગ , વૈજ્ઞાનિક નાગરિક બની રિસાઈકલ કરવા તથા પૃથ્વીને વધુ સારી બનાવવા માટે ની પ્રતિજ્ઞા લીધી.  
આ ઉપરાંત ગુજરાત સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નહેરા તથા સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  એચ. સી. મોદીએ  વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભગના નેજા હેથળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી સમાજમાં વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર માટે કટિબદ્ધ છે. સામુચિક ભવિષ્ય (Sustainable living) અંતર્ગત ભાવિ પેઢીને આપણા પ્લેનેટ ને લગતી વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલ માટે જાગૃત કરવા સાયન્સ સિટી દ્વારા  સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
Tags :
Advertisement

.

×