માત્ર 10 મિનિટમાં Blinkit થી તમારા ઘર આંગણે Ambulance પહોંચશે
- 5 Ambulance ગુરુગ્રામમાં રસ્તા પર દોડતી જોવા મળશે
- જરૂરિયાતના સમયે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરીશું
- આગામી બે વર્ષમાં તમામ મોટા શહેરોમાં વિસ્તરણ કરવાનો
Blinkit Ambulance Service : E-commerce કંપની Blinkit એ નવા વર્ષ પર એક નવી પહેલ શરૂ કરી છે. આ નવી પહેલ હેઠળ કંપનીએ 10 મિનિટની અંદર તબીબો સુધી પહોંચતી Ambulance સેવા શરૂ કરી છે. કંપનીના સીઈઓ Albinder Dhindsa એ ગુરુગ્રામ માટે આ Ambulance સેવા શરૂ કરી છે. તો હાલમાં આ સેવામાં પાંચ Ambulance નો સમાવેશ કરવામાં આવશે.
5 Ambulance ગુરુગ્રામમાં રસ્તા પર દોડતી જોવા મળશે
CEO Albinder Dhindsa એ જણાવ્યું હતું કે, આજથી 10 મિનિટમાં તબીબો સુધી પહોંચતી શહેરમાં પાંચ Ambulance સેવા શરૂ કરવામાં આવશે. અમે અમારા શહેરોમાં તાત્કાલિક અને વિશ્વસનીય Ambulance સેવા પૂરી પાડવાની સમસ્યાને ઉકેલવા તરફ અમારા પ્રથમ પગલાં લઈ રહ્યા છીએ, પાંચ Ambulance આજથી ગુરુગ્રામમાં રસ્તા પર દોડતી જોવા મળશે. જેમ-જેમ આ Ambulance ની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, તેમ તમારા શહેરામાં આ સુવિધા લેવા માટેની માહિતી મળશે.
આ પણ વાંચો: Scam Alert: ઓફર્સની લાલચને કારણે રિચાર્જ મોંઘુ પડી શકે છે, TRAIએ આપી ચેતવણી
Blinkit adds quick ambulance service to its kitty
Read @ANI Story | https://t.co/swSitxgsJx#Blinkit #Ambulance #MedicalService pic.twitter.com/wXTyauv5Nq
— ANI Digital (@ani_digital) January 2, 2025
જરૂરિયાતના સમયે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરીશું
Blinkit કંપનીના CEO Albinder Dhindsa એ વધુમાં જણાવ્યું હતું કે અમારી Ambulance જીવન બચાવના આવશ્યક સાધનોથી સજ્જ છે, જેમાં ઓક્સિજન સિલિન્ડર, AED, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન અને જરૂરી કટોકટીની દવાઓ અને ઈન્જેક્શનનો સમાવેશ થાય છે. દરેક Ambulance માં એક પેરામેડિક, એક સહાયક અને એક પ્રશિક્ષિત ડ્રાઇવર હશે તેની ખાતરી કરવા માટે કે અમે જરૂરિયાતના સમયે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવા સક્ષમ છીએ.
Ambulance in 10 minutes.
We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z
— Albinder Dhindsa (@albinder) January 2, 2025
આગામી બે વર્ષમાં તમામ મોટા શહેરોમાં વિસ્તરણ કરવાનો
Albinder Dhindsa એ વધુમાં જણાવ્યું કે, તેમણે અપીલ કરીને કહ્યું કે ચાલો આપણે યોગદાન આપીએ અને હંમેશા Ambulance માટે રસ્તો બનાવીએ. તમે ક્યારેય જાણતા નથી કે તમે ક્યારે કોઈનો જીવ બચાવી શકો છો. આ Ambulance સેવાનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી. અમે ગ્રાહકો માટે પોસાય તેવા દરે આ સેવાનું સંચાલન કરીશું અને લાંબા ગાળા માટે આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રોકાણ કરીશું. અમારો ઉદ્દેશ્ય આગામી બે વર્ષમાં તમામ મોટા શહેરોમાં વિસ્તરણ કરવાનો છે.
આ પણ વાંચો: શું તમારા Instagram ના Photos-Videos Google સર્ચમાં દેખાય છે? હટાવવા કરો માત્ર આટલું જ