Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યમનમાં નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગમાં 79 લોકોના મોત

બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં નાણાકીય સહાયનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 79 લોકો માર્યા ગયા અને 110થી વધુ લોકો ઘાયલ થયા. વિદ્રોહી સંગઠન હુતીના એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. હુથી સંચાલિત ગૃહ મંત્રાલયના...
યમનમાં નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગમાં 79 લોકોના મોત

બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં નાણાકીય સહાયનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 79 લોકો માર્યા ગયા અને 110થી વધુ લોકો ઘાયલ થયા. વિદ્રોહી સંગઠન હુતીના એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. હુથી સંચાલિત ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘટના સમયે સેંકડો ગરીબ લોકો ઇવેન્ટમાં એકઠા થયા હતા.

Advertisement

  • યમનમાં ભાગદોડમાં 79 લોકોના મોત
  • રાજધાની સનામાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • ભાગદોડમાં 110થી વધુ લોકો ઈજાગ્રસ્ત
  • સહાય વિતરણ કાર્યક્રમમાં થઈ ભાગદોડ
  • બે આયોજકની અટકાયત કરવામાં આવી
  • એક શાળામાં એકઠાં થયા હતા લોકો

ગૃહ મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર અબ્દેલ-ખાલીક અલ-અઘરીએ જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવાને કારણે આ ઘટના બની હતી. આ દુર્ઘટના ઈદ-ઉલ-ફિત્રના થોડા સમય પહેલા બની હતી. મીડિયા અહેવાલો અનુસાર, એક શાળામાં સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ઘટના બાદ વિદ્રોહીઓએ શાળાને સીલ કરી દીધી હતી. તેમજ પત્રકારો સહિતના લોકોને અહીં આવવા પર રોક લગાવી દેવામાં આવી છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર હુથી બળવાખોરોએ ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો અને તે પાવર લાઇનને અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. આથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ભાગવા લાગ્યા હતા. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે બે આયોજકોની અટકાયત કરી છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - UK મેરેથોનમાં સંબલપુરી સાડી પહેરીને દોડી ભારતીય મૂળની મહિલા, જુઓ VIDEO

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
Advertisement

.