દીપક નાઇટ્રેટમાં બ્લાસ્ટ સમયે દરવાજા બંધ કરી દેવાયા હતા, ડ્રાઇવરનો ઘટસ્ફોટ
વડોદરા શહેરના નંદેસરી ઓદ્યોગિક એકમમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આગ લાગવાના સમયે કંપનીમાં હાજર તથા ઘટનાને નજરે જોનારા ડ્રાઈવરે 'ગુજરાત ફર્સ્ટ' સમક્ષ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. આ ઘટનામાં આસપાસના ગામો માં રહેનારા લોકોમાં પણ તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઇટ્રેàª
વડોદરા શહેરના નંદેસરી ઓદ્યોગિક એકમમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આગ લાગવાના સમયે કંપનીમાં હાજર તથા ઘટનાને નજરે જોનારા ડ્રાઈવરે 'ગુજરાત ફર્સ્ટ' સમક્ષ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. આ ઘટનામાં આસપાસના ગામો માં રહેનારા લોકોમાં પણ તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુરુવારે નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં આગ લાગવાની ઘટનાએ તમામ લોકોને હચમચાવી નાખ્યા છે. આગ દરમિયાન કંપનીમાં થયેલા ધડાકા એટલા પ્રચંડ હતા કે આસપાસની પાંચ થી છ કિલોમીટર સુધીની ધરા ધ્રુજી ઉઠી હતી ત્યારે ફાયર બ્રિગેડની તપાસમાં કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમે સ્થળ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવા નો પ્રયાસ કર્યો હતો.
મૂળ યુપીના વતની અને દીપક નાઇટ્રેટમાં ગાડી ભરવા આવેલા ટેન્કર ડ્રાઈવર મહોમ્મદ અફાક ખાન આગ લાગી ત્યારે કંપનીમાં હાજર હતા. 'ગુજરાત ફર્સ્ટ' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે હું કંપનીના અંદરના ગેટ પાસે હાજર હતો દરમિયાન અચાનક ધુમાડા નીકળવાનું શરુ થયું હતું પરંતુ મેનેજમેન્ટ દ્વારા વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી.કંપની મેનેજરે કર્મચારીઓને બહાર કાઢવાના બદલે મુખ્ય ગેટ પર તાળા મરાવી દીધા હતા જેથી ઘટના ની જાણ બહારની કોઈ વ્યક્તિ ને ન થાય.કંપનીમાં આવતા કર્મચારીઓ પાસે મોબાઈલ જમાં કરાવી લેવામાં આવે છે. આગની ઘટના સમયે કોઈ પાસે મોબાઈલ ન હતો, જેના કારણે કર્મચારીઓ આમતેમ ભાગી પોતાનો જીવ બચાવવા વલખા મારી રહ્યા હતા.કંપનીની બેદરકારીના કારણે જ સેંકડો કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
દીપક નાઇટ્રેટમાં આગની ઘટના બન્યા બાદ ફાયર વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય સૂચના કે મદદ ન અપાતા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઉઘાડા પગે ગામની કોતર વિસ્તારમાં ભાગવા મજબૂર બન્યા હતા.કેટલાક વૃદ્ધ તેમજ લકવા ગ્રસ્ત લોકોને ગામના યુવકોની મદદથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકાના કારણે આસપાસના ગામોમાં લોકોના મકાનોને તિરાડો પાડવા સહીતનું નુકસાન થયું છે.
મહત્વનું છે કે દીપક નાઇટ્રેટમાં લાગેલી પ્રચંડ આગના કારણે અંદાજે 700 લોકો અન્ય સ્થળો એ સ્થળાંતરિત થયા હતા ત્યારે મોડી રાત્રે આગ પર કાબૂ આવી જતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો હતો અને રાત્રે જ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા ગામના પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર ગ્રામજનો દ્વારા કંપનીઓમાં ચાલતી ગેરરીતિ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા આખા આડા કાન કરવામાં આવી રહ્યા છે.
Advertisement