AC ની હવાથી થાય છે માથાનો દુખાવો? તો આ 7 સાઈડ ઈફેક્ટને ન કરશો ઈગ્નોર
ગરમી અને બફારાથી રક્ષણ મેળવવાના હેતુથી હવે ઘરે ઘરે લોકો AC નખાવાનું નથી ચૂકતા. જેવી ગરમી લાગી નથી કે AC નું બટન ઑન થયું નથી.. પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુની એક મર્યાદા હોય.. કારણ કે અતિ હંમેશા ભારે પડી જાય છે. એવી જ રીતે વધુ પડાતા AC ના વપરાશથી માથાનો દુખાવો પણ ઘર કરી જાય છે. અને આ જ માથાનો દુખાવો આપે છે આ 7 સાઈડ ઈફેક્ટના સંકેત...AC ની હવાથી થાય છે માથાનો દુખાવો? તો આ 7 સાઈડ ઈફેક્ટને ન કરશો ઈગ્નà«
ગરમી અને બફારાથી રક્ષણ મેળવવાના હેતુથી હવે ઘરે ઘરે લોકો AC નખાવાનું નથી ચૂકતા. જેવી ગરમી લાગી નથી કે AC નું બટન ઑન થયું નથી.. પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુની એક મર્યાદા હોય.. કારણ કે અતિ હંમેશા ભારે પડી જાય છે. એવી જ રીતે વધુ પડાતા AC ના વપરાશથી માથાનો દુખાવો પણ ઘર કરી જાય છે. અને આ જ માથાનો દુખાવો આપે છે આ 7 સાઈડ ઈફેક્ટના સંકેત...
AC ની હવાથી થાય છે માથાનો દુખાવો? તો આ 7 સાઈડ ઈફેક્ટને ન કરશો ઈગ્નોર
અસ્થમા અને એલર્જી
પ્રદૂષણથી બચવા માટે લોકો પોતાની જાતને ઘરમાં કેદ રાખે છે. પરંતુ જો ઘરમાં લાગેલું AC સાફ ન હોય તો, અસ્થમા અને એલર્જીના દર્દીને સમસ્યા થઈ શકે છે.
ડિહાઈડ્રેશન
સામાન્ય રૂમ ટેમ્પ્રેચર કરતા AC માં રહેતા લોકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. રૂમનું મોઈશ્ચર AC શોષી લેશે, તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
માથાનો દુખાવો
AC ના કારણે ડિહાઈડ્રેશનની તકલીફ માથાના દુખાવા કે માઈગ્રેનનું કારણ પણ બની શકે છે, પરંતુ તેને લોકો સામાન્ય સમજી લે છે. ACમાં પહીને તરત જ બહાર તડકામાં જવાથી માથાના દુખાવાની સમસ્યા વધી શકે છે. તેથી AC નું ટેમ્પ્રેચર ચોક્કસથી મેઈન્ટેઈન રાખવું જરૂરી છે.
ડ્રાય આંખો
જો તમને ડ્રાય આઈઝ(આંખો)ની સમસ્યા હોય તો AC ના કારણે આંખોમાં ડ્રાયનેસ અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તેથી આ સિન્ડ્રોમમાં ACની હવાથી દૂર રહેવાની સલાહ અપાય છે.
ડ્રાય સ્કિન
ACમાં લાંબો સમય બેસી રહેવાથી ખંજવાળ કે સૂકી ચામડીની સમસ્યા થવી સામાન્ય વાત છે. સૂર્યના તેજ કિરણોના સંપર્કમાં આવાની સાથે સાથે વધુ સમય સુધી AC માં રહેવાથી સ્કિન ડ્રાય થઈ શકે છે. સેન્સિટિવ સ્કિન ધરાવનારે આ બાબતે વધિ સાવધાની રાખવાની જરૂર છે.
ઈન્ફેક્શન
AC માં વધુ પડતું રહેવાથી નસલ પૈસેજ ડ્રાય થઈ શકે છે, તેનાથી મ્યૂકસ મેમ્બ્રેન્સની તકલીફો વધશે.. પ્રોટેક્ટિવ મ્યૂકસ વગર વાયરલ ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે..
રેસ્પિરેટરીની સમસ્યા
AC માં વધુ સમય રહેવાથી નાક અને ગળાની રેસ્પિરેટરીની સમસ્યા થઈ શકે છે. જેનાથી નાકમાં ડ્રાયનેસ અને નસલ બ્લોકેજની સમસ્યા થાય છે.
Advertisement