Aravalli: નકલી પત્રકારે તબીબ પાસે માંગ્યા રૂપિયા! લોકોએ ચખાડ્યો મેથીપાક, વાંચો અહેવાલ
- નકલી પત્રકાર હોવાની જાણ થતા લોકોએ ચખાડ્યો મેથીપાક
- અમદાવાદથી ચાર કથિત પત્રકારો ગયા હતા ધનસુરા
- ચાર નકલી પત્રકારોમાંથી ત્રણ પત્રકારો થયા ફરાર
Aravalli: ગુજરાતમાં નકલીની ભરમાર અત્યારે ખુબ વધી ગઈ છે. છાસવારે નકલીની ફરિયાદો મળી રહીં છે. અત્યારે અરવલ્લી (Aravalli)ના ધનસુરામાં નકલી પત્રકાર (Fake Journalist) પકડાયો હોવાની જાણકારી સામે આવી છે. જો કે, પત્રકાર નકલી છે લોકોને ખબર પડતા તેની ખુબ જ ધોલાઈ કરવામાં આવી હતી. વાત કંઈક એવી છે કે, નકલી પત્રકારે શહેરના એક તબીબ પાસે જઈને રૂપિયાની માંગણી કરી હતી.
- અરવલ્લીના ધનસુરામાં નકલી પત્રકારની થઈ ધોલાઈ
- નકલી પત્રકારે તબીબ પાસે કરી રૂપિયાની માંગણી
- નકલી પત્રકાર હોવાની જાણ થતા લોકોએ ચખાડ્યો મેથીપાક
- અમદાવાદથી ચાર કથિત પત્રકારો ગયા હતા ધનસુરા
- ચાર નકલી પત્રકારોમાંથી ત્રણ પત્રકારો થયા ફરાર#ahmedabad #Arvalli #Fakejournalist #Fake…— Gujarat First (@GujaratFirst) October 11, 2024
આ પણ વાંંચો: Dahod: ‘હા, એ અમારી ભૂલ થઈ’ ફતેપુરાના મામલતદાર એન.એસ.વસાવાની કબૂલાત
અમદાવાદથી ચાર કથિત પત્રકારો ધનસુરા ગયા હતા
નોંધનીય છે કે, નકલી પત્રકાર (Fake Journalist) હોવાની જાણ થતા લોકોએ તેને ખુબ જ મેથીપાક ચખાડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમદાવાદથી ચાર કથિત પત્રકારો ધનસુરા ગયા હતા. અહીં આવીને એક તબીબ પાસે રુપિયાની માંગણી કરી હતી. જો કે, પત્રકાર નકલી છે તેની લોકોને જાણ થઈ ગઈ હતી. પરંતુ ચાર નકલી પત્રકારોમાંથી ત્રણ પત્રકારો ત્યાંથી ફરાર થઈ ગયા અને એક પત્રકાર પકડાઈ ગયો હતો.
આ પણ વાંંચો: Surat: વરાછાના પ્રાઇમ સ્ટોરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે પાડ્યા દરોડા
પ્રકાશ તિવારી નામના નકલી પત્રકારની પોલીસે કરી ધરપકડ
એક નકલી પત્રકારને ઝડપીને લોકોએ પોલીસને હવાલે કર્યો અને તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. લોકોએ પોલીસને આ મામલે જાણ કરી એટલે પ્રકાશ તિવારી નામના નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી લીધી છે. મળતી જાણકારી પ્રમાણે પ્રકાશ તિવારીના નામના ચાર પ્રેસ આઈડી મળી આવ્યા હતાં. આવી રીતે ફરતા નકલી પત્રકારો સામે કાર્યવાહી કરવા માટે લોકો માંગણી પણ કરી છે.
આ પણ વાંંચો: હજારો રૂપિયે કિલો ફરસાણ વેચતા ઓસવાલના રસોડામાં ગંદકીના દ્રશ્યો, લોકોનું જે થવું હોય તે થાય અમે તો...