Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર રેડ, 9700 લીટર દારૂના વૉશનો નાશ

અમદાવાદ એરપોર્ટ નજીક ચાલતી મોટી દારુની ભઠ્ઠીનો પર્દાફાશ થયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી, જેના પર PCB એ રેડ કરી હતી. PCBએ રેડ કરીને હજારો લીટર દારૂનો વૉશ અને દારૂ બનાવવાની સામગ્રી કબ્જે કરી છે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો છે. જો કે આ ભઠ્ઠી ચલાવનાર મા-દીકરા ફરાર છે. જેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.એરપોર્ટ
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર રેડ  9700 લીટર દારૂના વૉશનો નાશ
અમદાવાદ એરપોર્ટ નજીક ચાલતી મોટી દારુની ભઠ્ઠીનો પર્દાફાશ થયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી, જેના પર PCB એ રેડ કરી હતી. PCBએ રેડ કરીને હજારો લીટર દારૂનો વૉશ અને દારૂ બનાવવાની સામગ્રી કબ્જે કરી છે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો છે. જો કે આ ભઠ્ઠી ચલાવનાર મા-દીકરા ફરાર છે. જેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોતરપુર ટર્નિંગની બાજુમાં સાબરમતી નદીના પટની ડાબી બાજુ દૂષિત પાણીના વહેરા પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. આ અંગે PCBને બાતમી મળતા રેડ કરી હતી. સ્થળ પર પહોંચતા જોવા મળ્યું કે જમીનમાં દબાયેલા પીપમાં દારૂ બનાવવામાં આવતો હતો. જેમાંથી 9700 લીટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કર્યો છે. આ સિવાય દારૂ બનાવવા માટે વપરાતા અખાદ્ય ગોળનો 770 કિલો જથ્થો કબ્જે કર્યો છે.
દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવત ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેની સામે ગુનો નોંધીને શોધખોળ હાથ  ધરવામાં આવી છે. જો કે એરપોર્ટ પોલીસ સ્ટેશનના હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી, છતાં એરપોર્ટ પોલીસ અજાણ હતી તેને લઇને સવાલ ઉઠી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.