સહકાર વિભાગ ઇનોવેટિવ મંડળીઓ પર ધ્યાન આપશે:
- મંત્રી જગદીશભાઇ પંચાલે સંભાળ્યો ચાર્જ - ગુજરાત ફર્સ્ટ સાથે ઓફ ધ કેમેરા કરી વાતચીત - ઇનોવેટિવ મંડળીઓ વિશે કરી વાત શપથ ગ્રહણ સમારોહ બાદ ભાજપ સરકારના મંત્રીઓએ મંગળવારે મૂહર્ત મુજબ પૂજનવિધિ કરીને ચાર્જ સંભાળ્યો હતો, જોકે સહકાર મંત્રી જગદીશ પંચાલ એક જ એવા મંત્રી છે જે કોઇપણ પૂજનવિધિ વગર કામગીરી શરૂ કરી દે છે. અગાઉની માફક આ વખતે પણ જગદીશ પંચાલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે તેમને ફાળવાયેલી
Advertisement
- મંત્રી જગદીશભાઇ પંચાલે સંભાળ્યો ચાર્જ
- ગુજરાત ફર્સ્ટ સાથે ઓફ ધ કેમેરા કરી વાતચીત
- ઇનોવેટિવ મંડળીઓ વિશે કરી વાત
શપથ ગ્રહણ સમારોહ બાદ ભાજપ સરકારના મંત્રીઓએ મંગળવારે મૂહર્ત મુજબ પૂજનવિધિ કરીને ચાર્જ સંભાળ્યો હતો, જોકે સહકાર મંત્રી જગદીશ પંચાલ એક જ એવા મંત્રી છે જે કોઇપણ પૂજનવિધિ વગર કામગીરી શરૂ કરી દે છે. અગાઉની માફક આ વખતે પણ જગદીશ પંચાલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે તેમને ફાળવાયેલી ચેમ્બર ખાતે ચાર્જ લઈ લીધો હતો.
ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વાતચીત માટે ના પાડનાર જગદીશ પંચાલે ગુજરાત ફર્સ્ટ સાથેની ઓફ ધ કેમેરા વાતચીતમાં જણાવ્યું હતું કે,સહકાર ક્ષેત્રે આગામી દિવસીમાં ઇનોવેટિવ મંડળીઓને પ્રોત્સાહન આપવાનું આયોજન છે. જગદીશ પંચાલને સહકાર અને પ્રોટોકોલ વિભાગનો સ્વતંત્ર હવાલો સોપાયો છે ત્યારે સહકાર ક્ષેત્રે ઇનોવેટિવ મંડળીઓને સક્રિય કરવાની દિશામાં શકયતાઓ ચકાસવામાં આવી રહી છે. મંડળીઓ બાળકોને કોમ્પ્યુટર સહિતના વિષયોની તાલીમ આપે એ પ્રકારે આગામી દિવસોમાં ઇનોવેટિવ મંડળીઓ તૈયાર કરી ગ્રામ્ય સ્તરે રોજગારી ઉભી કરવાનું આયોજન હોવાનું મંત્રી જગદીશ પંચાલે જણાવ્યુ હતુ.
તેમણે કહ્યું કે મંડળીઓ મારફત પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયાસો પણ કરાશે. હરિયાણા ખાતે પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે અને તે માટે ખાસ તાલીમ વર્ગો પણ થઈ રહ્યા છે ત્યારે મારા વિભાગના અધિકારીઓ મંડળીના સભ્યો સાથે મળીને હરિયાણા ખાતે એક મુલાકાત કરીને આવે ત્યારબાદ સમગ્ર મોડલને સમજવાનો પ્રયાસ કરાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા આગામી દિવસોમાં એપીએમસી સાથે ખાસ ટાઈ અપ કરવાનુ આયોજન પણ વિચારણા હેઠળ હોવાનું રાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યુ હતુ. જગદીશ પંચાલ આજે ચાર્જ લેતાની સાથે જ એક્ટીવ થઈ ગયા હતા અને સહકાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આગામી આયોજનો અંગે ચર્ચા કરાઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.