Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વહેલી સવારથી છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર, વિઝિબિલિટી ઘટી

રાજ્યમાં ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ છવાયુંલોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇવાહન ચલાવતી વખતે ધ્યાન રાખવા અપીલએક્સપ્રેસ અને નેશનલ હાઇવે ઓથોરિટીની અપીલશિયાળામાં થઇ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવરાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ધુમ્મસ છવાયુંવાતાવરણમાં પલટો થતા વધી શકે છે ઠંડીધુમ્મસ થતા રસ્તા પર વિઝિબિલિટી ઘટીરવિવારે દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે આજે સોમવારે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવર
રાજ્યમાં વહેલી સવારથી છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર  વિઝિબિલિટી ઘટી
રાજ્યમાં ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ છવાયું
લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ
વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવા અપીલ
એક્સપ્રેસ અને નેશનલ હાઇવે ઓથોરિટીની અપીલ
શિયાળામાં થઇ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ
રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ધુમ્મસ છવાયું
વાતાવરણમાં પલટો થતા વધી શકે છે ઠંડી
ધુમ્મસ થતા રસ્તા પર વિઝિબિલિટી ઘટી
રવિવારે દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે આજે સોમવારે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અહીં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ થતા રસ્તા પર વિઝિબિલિટી ઘટી છે. રસ્તા પરથી નીકળતા વાહનો હેડ લાઈટ ચાલુ રાખી અને ધીમી ગતિએ નીકળતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી હોઇ છેલ્લા 24 કલાકમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પણ પડ્યા હતા.
ધુમ્મસના કારણે વિઝિબિવિટી થઇ ઓછી
રાજ્યમાં શિયાળાની ઋતુમાં ચોમાસું એક્ટિવ થયું હોય તેવું વાતવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યારે જોરદાર ઠંડીનો ચમકારો છે. ગઇકાલે પડેલા વરસાદ બાદ આજે સવારનો માહોલ એવો રહ્યો કે ધુમ્મસના કારણે લોકોને 30-40 ફૂટ આગળનું જોવામાં પણ તકલીફ પડી રહી હતી. લોકો દ્વારા સવારના સમયમાં વાહનોની લાઈટ ચાલુ રાખીને ધીમે ધીમે આગળ વધવું પડ્યું.
વાતાવરણ વધુ ઠંડુ બની ગયું છે
રાજ્યમાં કાતિલ ઠંડીના અહેસાસ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણ વધુ ઠંડુ બની ગયું છે. લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. રાત પડતાં જ ઠંડીનો પારો ગગડી રહ્યો છે અને મોડી રાત્રે તો સુસવાટાભર્યા ઠંડા પવનનના કારણે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
દિલ્હીમાં ઠંડીમાં વધારો થયો છે
રવિવારે દિલ્હીમાં હળવો વરસાદ પડ્યા બાદ ઠંડીનું મોજું તીવ્ર બન્યું હતું કારણ કે મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જારી કરાયેલા નિવેદનમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 29-30 જાન્યુઆરીએ વરસાદની મોસમ વિશે જણાવવામાં આવ્યું હતું.
આ શહેરોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 12 કલાકમાં દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બીજી તરફ, યમુનાનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હરિયાણાના હોડલ, સહારનપુર, ગંગોહ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, ખતૌલી, સકોટી ટાંડા અને યુપીના નજીકના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.