Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Road Accident : રસ્તામાં 20 મિનિટ સુધી ફિલ્મમેકર તડપતો રહ્યો, કોઇ ન આવ્યું મદદ કરવા, Video

દિલ્હી દિલવાલો કી, આ તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર દિલ્હીના નાગરિકો પાસે દિલ છે? આવું અમે નથી પુછી રહ્યા આજે આ સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સ પુછી રહ્યા છે. દિલ્હીમાં રોડ પર એક ભયાનક અકસ્માત (Delhi Road Accident) થયું...
delhi road accident   રસ્તામાં 20 મિનિટ સુધી ફિલ્મમેકર તડપતો રહ્યો  કોઇ ન આવ્યું મદદ કરવા  video

દિલ્હી દિલવાલો કી, આ તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર દિલ્હીના નાગરિકો પાસે દિલ છે? આવું અમે નથી પુછી રહ્યા આજે આ સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સ પુછી રહ્યા છે. દિલ્હીમાં રોડ પર એક ભયાનક અકસ્માત (Delhi Road Accident) થયું છે. સુત્રોની માનીએ તો આ અકસ્માતમાં એક ફિલ્મમેકરનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મમેકરનું જ્યારે અકસ્માત થયું ત્યારે તે રસ્તા પર લોહીથી લથપથ હતો, રસ્તે જતા લોકોએ તેની મદદ કરવાનું તો બહું દૂરની જ વાત છે પણ તેનો સામાન ચોરી લીધો હતો.

Advertisement

દિલ્હીમાં ભયાનક અકસ્માતમાં ફિલ્મમેકરનું મોત

દિલ્હીમાં એક યુવાન ફિલ્મ નિર્માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તે બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. શરમજનક છે કે જ્યારે યુવકના માથામાંથી લોહી નીકળતું હતું ત્યારે તેને બચાવવાને બદલે લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. એટલું જ નહીં, લોકોએ યુવકનો મોબાઈલ અને લેપટોપ પણ ચોરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે ઘણા સમય પછી કોઈ વ્યક્તિ મદદ માટે આગળ આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પંચશીલ એન્કલેવ પાસે પાછળથી આવતી અન્ય એક બાઇકે તેને ટક્કર મારી હતી. જેના કારણે તેમની બાઇક સ્લીપ થાય છે અને પડી જાય છે અને કેટલાક મીટર સુધી તે ખેંચાઈને જાય છે. આ અકસ્માત પછી, તે 20 મિનિટ સુધી રસ્તા પર ગંભીર સ્થિતિમાં પીડાતો રહ્યો. પરંતુ કોઈએ મદદ કરી નહીં. હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Advertisement

ફિલ્મમેકરનું હોસ્પિટલમાં મૃત્યુ

Advertisement

દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીમાં ટ્રાફિક સિગ્નલ પર તેની બાઇક અન્ય બાઇક સાથે અથડાતાં 30 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ પીયૂષ પાલ તરીકે થઈ હતી, જે ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા હતા, જે અકસ્માત બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ ઘટના 28 ઓક્ટોબરે રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પિયુષની મોટરસાઈકલ પંચશીલ એન્ક્લેવ નજીકથી પસાર થઈ રહી છે. ત્યારે પાછળથી આવતી બીજી બાઇકે તેને ટક્કર મારી હતી. ટક્કર થતાંની સાથે જ ફિલ્મ નિર્માતાની મોટરસાઇકલ સ્લીપ થઈ જાય છે અને રસ્તા પર કેટલાક મીટર સુધી ખેંચાતી જોવા મળે છે.

20 મિનિટ સુધી રસ્તા પર પીડામાં રહ્યો

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તેમને પીયૂષ રસ્તા પર ગંભીર હાલતમાં મળ્યો હતો. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પિયુષ ગુરુગ્રામમાં સ્વતંત્ર ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરતો હતો અને દક્ષિણ દિલ્હીના કાલકાજીમાં રહેતો હતો. CCTV ફૂટેજના આધારે પોલીસે બીજી બાઇક પર સવાર બંટી સામે બેદરકારીથી ડ્રાઇવિંગનો ગુનો નોંધ્યો છે. વળી, પિયુષના મિત્રએ કહ્યું કે જો પસાર થતા લોકોએ મદદ કરી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. તેમણે આરોપ લગાવ્યો કે, તેને કોઈએ મદદ કરી નહોતી. તે 20 મિનિટથી વધુ સમય સુધી રસ્તાના કિનારે ગંભીર હાલતમાં પડ્યો રહ્યો હતો. જ્યારે, લોકો તેની આસપાસ તસવીરો લેવા માટે એકઠા થયા હતા. તેમણે જણાવ્યું કે પીયૂષનો મોબાઈલ ફોન અને ગો-પ્રો કેમેરા પણ ચોરાઈ ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, અમને કોઈની પાસેથી કોઈ વળતર નથી જોઈતું, અમને માત્ર ન્યાય જોઈએ છે.

આ પણ વાંચો - Agra : કેન્ટ રેલ્વે સ્ટેશનમાં Escalators પર ફસાયા મુસાફરો, બેગ ફસાઈ જવાથી મચ્યો હોબાળો Video Viral

આ પણ વાંચો - Welcome કે Torture : ઈન્દોરમાં ભાજપના નેતાનું સ્વાગત કરવાના નામે આ સમર્થકે શું કર્યું? Video Viral

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.