Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : સારવારના નામે મોટી રકમ પડાવતા બે ડોક્ટરની CBIએ કરી ધરપકડ

દિલ્હીની પ્રતિષ્ઠિત રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML) માં લાંચ લેવાના મોટા રેકેટનો પર્દાફાશ (Massive Bribery Racket)કર્યો છે. CBI એ હોસ્પિટલ (Hospital) ના બે ડોક્ટર (Two Doctors) સહિત 9 લોકોની ધરપકડ (Arrested) કરી છે. સૂત્રોની માનીએ તો અહીં સારવાર (Treatment) ના...
delhi   સારવારના નામે મોટી રકમ પડાવતા બે ડોક્ટરની cbiએ કરી ધરપકડ

દિલ્હીની પ્રતિષ્ઠિત રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML) માં લાંચ લેવાના મોટા રેકેટનો પર્દાફાશ (Massive Bribery Racket)કર્યો છે. CBI એ હોસ્પિટલ (Hospital) ના બે ડોક્ટર (Two Doctors) સહિત 9 લોકોની ધરપકડ (Arrested) કરી છે. સૂત્રોની માનીએ તો અહીં સારવાર (Treatment) ના નામે દર્દીઓ (Patient) પાસેથી લાંચ (Bribes) લેવામાં આવતી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં મેડિકલ કીટ સપ્લાય (Supplying Medical Kits) કરતા કેટલાક લોકોની પણ ધરપકડ (Arrested) કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ લોકો સંપૂર્ણ રેકેટ ચલાવતા હતા અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ (Patients) પાસેથી સારવારના નામે મોટી રકમ વસુલતા હતા.

Advertisement

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી કરી

CBIએ દિલ્હીની 'ડૉક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ' (RML)માં લાંચ લેવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લેતા RML હોસ્પિટલના બે ડોક્ટર (Two Doctors) સહિત 9 લોકોની ધરપકડ (Arrested) કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મેડિકલ કીટ (Medical Kits) સપ્લાય કરતા કેટલાક લોકોની પણ ધરપકડ (Arrested) કરવામાં આવી છે. આ આખું રેકેટ RMLમાં સારવાર કરાવવાના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલતું હતું, આ ટોળકીમાં હોસ્પિટલના બે ડોક્ટરો પણ સામેલ હતા. એટલું જ નહીં આ ટોળકીમાં એક પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) નો સમાવેશ થાય છે.

FIRમાં કુલ 16 આરોપીઓના નામનો ઉલ્લેખ

આ રેકેટનો પર્દાફાશ કર્યા બાદ CBI એ મેડિકલ ઈક્વિપમેન્ટ  (Medical Equipment) સાથે સંબંધિત ડોક્ટરો અને ડીલરોના 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. FIRમાં કુલ 16 આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંગળવારે દાખલ કરવામાં આવેલી FIR માં, CBI એ RML ના કાર્ડિયોલોજી વિભાગના એક પ્રોફેસર અને એક સહાયક પ્રોફેસર, એક વરિષ્ઠ ટેકનિકલ ઈન્ચાર્જ, એક નર્સ, બે ક્લાર્ક, ઘણા તબીબી ઉપકરણોના ડીલર અને અજાણ્યા સરકારી કર્મચારીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. દિલ્હીની કોઈપણ સરકારી હોસ્પિટલમાં લાંચનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ, ગયા વર્ષે માર્ચમાં, CBIએ સફદરજંગ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. મનીષ રાવત અને તેના ચાર સહયોગીઓની સાથે દર્દીઓને ચોક્કસ સંસ્થામાંથી અતિશય કિંમતે સર્જિકલ સાધનો ખરીદવા દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

Advertisement

આ રીતે લાંચ લેવામાં આવતી હતી

આ લાંચનું રેકેટ પણ અહીં ખૂબ ચાલાકીથી ચલાવવામાં આવતું હતું. અહીં પાંચ અલગ-અલગ રીતે લાંચ લેવામાં આવતી હતી. જેમાં - સ્ટેન્ટ અને અન્ય તબીબી સાધનોના પુરવઠાના બદલામાં લાંચ, વિવિધ બ્રાન્ડના સ્ટેન્ટના સપ્લાયના બદલામાં લાંચ, લેબમાં તબીબી સાધનોના પુરવઠાના બદલામાં લાંચ, દર્દીઓને દાખલ કરવાથી લઇને અને નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના બદલામાં લંચ લેવાની પદ્ધતિ શામેલ છે.

આ પણ વાંચો - લોકસભાની આ બેઠક પર મા-દીકરો ચૂંટણીના મેદાનમાં આવ્યા આમને-સામને

Advertisement

આ પણ વાંચો - Ajmer : અજમેરની આ પ્રખ્યાત મસ્જિદ પર જૈન સંતનો દાવો, આ અમારું મંદિર છે…

Tags :
Advertisement

.