Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AI દ્વારા બનાવવામાં આવ્યો CM યોગીનો ડીપ Fake Video, પોલીસે આરોપીની કરી ધરપકડ...

લોકસભા ચૂંટણી વચ્ચે વરિષ્ઠ નેતાઓ દ્વારા નકલી વીડિયો (Fake Video) બનાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો (Fake Video) બાદ હવે યુપીના CM યોગી આદિત્યનાથનો ફેક વીડિયો (Fake Video) બનાવવાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ નેટવર્કિંગ...
ai દ્વારા બનાવવામાં આવ્યો cm યોગીનો ડીપ fake video  પોલીસે આરોપીની કરી ધરપકડ

લોકસભા ચૂંટણી વચ્ચે વરિષ્ઠ નેતાઓ દ્વારા નકલી વીડિયો (Fake Video) બનાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો (Fake Video) બાદ હવે યુપીના CM યોગી આદિત્યનાથનો ફેક વીડિયો (Fake Video) બનાવવાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક નકલી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ મામલામાં નોઈડા STF સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને પોસ્ટ બનાવનાર આરોપી શ્યામ કિશોર ગુપ્તાની ધરપકડ કરી છે.

Advertisement

1 મે ના રોજ કરવામાં આવ્યો હતો વાયરલ...

મળતી માહિતી મુજબ, 1 મે ના રોજ નોઈડા બરોલાના રહેવાસી શ્યામ કિશોર ગુપ્તાએ પોતાના એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડીપ ફેક વીડિયો (Fake Video) અપલોડ કર્યો હતો. આ ડીપ ફેક વીડિયો (Fake Video)માં પુલવામાના બહાદુર જવાનોની પત્નીઓના મંગળસૂત્ર વગેરેની વાત કરવામાં આવી રહી છે. ભાજપને જોઈતું નથી, ભાજપ હટાવો, દેશ બચાવો વગેરે જેવી વાતો કહેવામાં આવી હતી. ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરનાર વ્યક્તિએ લખ્યું કે શું આ વીડિયો સાચો છે. જો સાચું હોય તો જનતા આંધળી ભક્ત છે.

Advertisement

પોલીસે આરોપીની કરી ધરપકડ...

વીડિયોમાં UP BJP, PMO, CM યુપી વગેરેને ટેગ કરવામાં આવ્યા છે. નોઈડા STF ના ACP રાજકુમાર મિશ્રાએ કહ્યું કે STF વતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલામાં બરોલા નોઈડાના રહેવાસી શ્યામ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક ડીપ ફેક વીડિયો (Fake Video) છે અને AI જનરેટેડ છે.

આ પણ વાંચો : ગમે ત્યારે થઇ શકે છે Prajwal Revanna ની ધરપકડ!, કર્ણાટક સરકારે લીધો આ મોટો નિર્ણય…

Advertisement

આ પણ વાંચો : DCW : દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી, જાણો શું છે કારણ…

આ પણ વાંચો : આ કોઈ મજાક નથી, આ હકીકત છે, PM મોદીને Shyam Rangeela આપશે ટક્કર, જાણો કેવી રીતે…

Tags :
Advertisement

.