Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘટતો પ્રજનન દર, ટીન પ્રેગ્નન્સી: જાણો નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા શું દર્શાવે છે?

તાજેતરમાં નેશનલ હેલ્થ સરવેના આંકડાઓ દ્વારા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)ના પાંચમા રાઉન્ડનો અહેવાલ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો છે. NFHS-5 ગુરુવારે ગુજરાતના વડોદરામાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ  અહેવાલમાં જણાવાયું છે કે ભારતનો કુલ પ્રજનન દર અટલે કે એક મહિલા દીઠ બાળકોની સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સ્તરે 2.
ઘટતો પ્રજનન દર  ટીન પ્રેગ્નન્સી   જાણો  નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા શું દર્શાવે છે

તાજેતરમાં નેશનલ હેલ્થ સરવેના આંકડાઓ દ્વારા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)ના પાંચમા રાઉન્ડનો અહેવાલ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો છે. NFHS-5 ગુરુવારે ગુજરાતના વડોદરામાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ  અહેવાલમાં જણાવાયું છે કે ભારતનો કુલ પ્રજનન દર અટલે કે એક મહિલા દીઠ બાળકોની સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સ્તરે 2.2 (NHFS-4)થી ઘટીને 2.0 થઈ ગઈ છે. સર્વે જણાવે છે કે માત્ર પાંચ રાજ્યો પ્રજનન ક્ષમતા 2.1ના રિપ્લેસમેન્ટ સ્તરથી ઉપર છે. આ રાજ્યોમાં બિહાર (2.98), મેઘાલય (2.91), ઉત્તર પ્રદેશ (2.35), ઝારખંડ (2.26) મણિપુર (2.17) જેટલો નોંધાયો છે. 

Advertisement

જ્યારે સમગ્ર દેશમાં  કુલ પ્રજનન દર 2.2 થી ઘટીને 2.0 થયો છે, જે વસ્તી નિયંત્રણના પગલાંની નોંધપાત્ર અસર દર્શાવે છે. TFR ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે એક મહિલાને તેના પ્રસૂતિના વર્ષોના અંત સુધીમાં સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે. છેલ્લાં કેટલાક દાયકાઓમાં ભારતમાં આ સંખ્યાંમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર TFR 2015-16માં 2.2 બાળકો હતો જે  ઘટીને 2019-21માં 2.0 બાળકો પર આવી ગયો છે. 1992-93માં જ્યારે સર્વેક્ષણનો પ્રથમ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો ત્યારે તે 3.4 બાળકો હતા. સાથે જ વર્ષ 2019-21ના રિપોર્ટમાં આ  દર એક સ્ત્રી દીઠ 2.1 બાળકોના પ્રજનનક્ષમતા સ્તરથી નીચે હતો. 
રાજ્યવાર પરિસ્થિતિ
રાજ્ય મુજબના ડેટા દર્શાવે છે કે અગાઉના વર્ષની સરખામણીમાં મોટા ભાગના રાજ્યોમાં TFRમાં ઘટાડો થયો છે. જો કે, માત્ર 6 રાજ્યો એવા હતા જ્યાં TFR રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ હતો.  જેમાં બિહાર 2.98 બાળકોના TFR સાથે ચાર્ટમાં ટોચ પર છે. અન્ય પાંચ રાજ્યોમાં મેઘાલય (2.91), ઉત્તર પ્રદેશ (2.35), ઝારખંડ (2.26), મણિપુર (2.17) અને રાજસ્થાન (2.01) હતા. સૌથી ઓછો TFR સિક્કિમમાં (1.05) નોંધાયો છે. ત્યારે પંજાબ, ત્રિપુરા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં તેનો દર નજીવો વધ્યો છો. જો કે, NFH રાઉન્ડમાં કેરળમાં 1.56 બાળકોથી 1.79 બાળકો સુધીનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. 
કિશોર વયમાં માતા બનનાર સ્ત્રીઓની સંખ્યા ઘટી 
સાથે જ કિશોર વયની સ્ત્રીઓમાં બાળજન્મ (15-19 વર્ષની વયની સ્ત્રીઓ કે જેમણે બાળજન્મ દર)માં પણ 2015-16 અને 2019-21 વચ્ચે આઠથી સાત ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવાં મળ્યો છે. સરેરાશ કરતાં દસ રાજ્યોમાં કિશોરવયની મહિલાઓમાં ગર્ભાવસ્થા અને માતૃત્વ ધારણ વધુ હતું. આવા રાજયોમાં ત્રિપુરામાં સૌથી વધુ 22 ટકા કિશોરીઓ માતા બની છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ (16 ટકા), આંધ્રપ્રદેશ (13 ટકા), આસામ (12 ટકા), બિહાર (11 ટકા) અને ઝારખંડ (દસ ટકા)નો નંબર આવે છે. કિશોર ઉંમરમાં માત બનનાર સ્ત્રઓની સંખ્યા ચંદીગઢમાં સૌથી ઓછી (0.8 ટકા) નોંધાઇ છે. 
બાળ જન્મ દર ઘટવા માટે ક્યા પરિબળ જવાબદાર
ઘટતા  પ્રજનન દર માટે  સંપત્તિ, લગ્ન વય, શિક્ષણ સૌથી વધુ અસરકારક પરિબળ છે. સાથે જ કેટલાંક પરિબળો, જેમ કે મોડી ઉંમરે લગ્ન, સ્ત્રીઓ મોટી ઉંમરે ફેમિલી પ્લાનીંગ શરુ શરૂ કરે છે, બે સંતાન વચ્ચેનું અંતર, કુટુંબની આવક, વિભક્ત કુટુંબ વગેરે પરિબળો સ્ત્રીના જીવનકાળમાં કેટલાં બાળકો જન્મ લેશે તે નક્કી કરે છે. સંપત્તિ અને પ્રજનન દર પર અસરકર્તા પરિબળ તરીકે  જોવા મળ્યું. ધનિક વસ્તીમાં  TFR 1.6 બાળદર હતો. જો કે, સંપત્તિની સૌથી નીચેની શ્રેણીની મહિલાઓ માટે સંખ્યા 2.6 બાળકોની હતી, એટલે કે સૌથી ઓછી સંપત્તિ ઘરાવતા કુટુંબમાં 1 વધુ બાળક હતું. સંપત્તિના સ્તરને જોતા આજે શહેરી વિસ્તારોમાં શિક્ષણ કરિયર ફોકસના કારણે 20-26 વર્ષની મહિલાઓમાં સંતાનપ્રાપ્તિમાં ઘટાડો થયો છે. 
ગ્રામીણ-શહેરી વિસ્તારની પરિસ્થિતિ
2019-21માં ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓનો પ્રજનન દર (2.1) તેમના શહેરી સમકક્ષો (1.6) જોવાં મળ્યો છે. . અગાઉના ડેટા પર નજર કરીએ તો, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓમાં TFR 1992-93માં 3.7 બાળકોથી ઘટીને 2019-21માં 2.1 બાળકો પર આવી ગયો છે. શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં 1992-93માં 2.7 બાળકોથી 2019-21માં 1.6 બાળકો હતો. તેવી જ રીતે, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે પ્રથમ જન્મ સમયેની સરેરાશ ઉંમર શહેરી વિસ્તારોની મહિલાઓ કરતાં ઓછી હતી. તે અનુક્રમે ગ્રામીણ માટે 22.3 વર્ષ અને શહેરી માટે 20.8 વર્ષ હતું. ગ્રામીણ વિસ્તારોમાં કિશોરવયની સગર્ભાવસ્થા વધુ હતી. 15-19 વર્ષની સ્ત્રીઓ માટે લગભગ આઠ ટકા, જ્યારે શહેરી મહિલાઓ માટે આ સંખ્યા 3.8 ટકા હતી.
પ્રજનન દર પર શાળાકીય શિક્ષણની અસર
પ્રજનન દર નક્કી કરવામાં શાળાકીય શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓના શિક્ષણના સ્તર સાથે મહિલા દીઠ બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. 12 કે તેથી વધુ વર્ષનું શાળાકીય શિક્ષણ ધરાવતી સ્ત્રીઓ માટે 1.8 બાળકોની સરખામણીમાં શાળાકીય શિક્ષણ વિનાની મહિલાઓમાં સરેરાશ 2.8 બાળકો હતા. તે પ્રથમ જન્મ સમયે સરેરાશ વય સમાન હતી. આ ડેટા દર્શાવે છે કે 15-19 વર્ષની વયની સ્ત્રીઓમાં ટીનેજ પ્રેગ્નન્સીના કેસમાં  શાળામાં ભણ્યા ન હતી તેવી સ્ત્રીઓમાં ઘણી વધારે હતી (18 ટકા), તેની સરખામણીમાં માત્ર ચાર ટકા સ્ત્રીઓ કે જેમણે 12 કે તેથી વધુ વર્ષનું સ્કૂલિંગ કર્યું હતું.  2019 અને 2021 વચ્ચે હાથ ધરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના પાંચમા રાઉન્ડ અનુસાર, સગીર વયના લગ્નની રાષ્ટ્રીય સરેરાશ ઘટી છે, ત્યારે પંજાબ, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં દર નજીવો વધ્યો છે.

કુટુંબ નિયોજનના સાધનોનો વપરાશ વધ્યો 
ટીનેજ પ્રેગ્નન્સી, સર્વે રિપોર્ટ્સ, 7.9% થી ઘટીને 6.8% છે. કુટુંબ નિયોજન માટે આધુનિક ગર્ભનિરોધકનો ઉપયોગ માત્ર 56.4% છે.  NFHS-5 મુજબ, આધુનિક નોકરી કરતી મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ વધુ કરે છે. આધુનિક શહેરી વિસ્તારમાં  66.3% મહિલાઓ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જ્યારે ગર્ભનિરોધનો ઉપયોગ કરવામાં 53.4% ​​મહિલાઓ નોકરી કરતી નથી. તારણો દર્શાવે છે કે જે સમુદાયો અને પ્રદેશોમાં વધુ સામાજિક-આર્થિક પ્રગતિ વાળા શહેરી વિસ્તારોમાં નિરોધનો ઉપયોગ વધ્યો છે. જો કે ડેટા દર્શાવે છે કે ઘરેલુ હિંસા 2015-16માં 31.2% થી ઘટીને 2019-21 માં 29.3% થઈ ગઈ છે. 
  
Tags :
Advertisement

.