Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રખડતા ઢોર મુદ્દે તંત્રએ લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર : હાઇકોર્ટ

રાજ્યમાં રખડતાં ઢોર મામલે આજે વધુ એક વખત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા હાઇકોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંક સિંહ ચાવડા,  AMC કમિશનર એમ. થેન્નરાસન સહિતના અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતાં. રખડતાં ઢોર મામલે ગંભીર પુરાવાને ગંભીરતાથી લીધોસુનાવણીની શરૂઆત થતાં મુખ્ય ન્યાયાધીનને રાજà«
રખડતા ઢોર મુદ્દે તંત્રએ લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર   હાઇકોર્ટ
Advertisement
રાજ્યમાં રખડતાં ઢોર મામલે આજે વધુ એક વખત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા હાઇકોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંક સિંહ ચાવડા,  AMC કમિશનર એમ. થેન્નરાસન સહિતના અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતાં. 
રખડતાં ઢોર મામલે ગંભીર પુરાવાને ગંભીરતાથી લીધો
સુનાવણીની શરૂઆત થતાં મુખ્ય ન્યાયાધીનને રાજ્ય સરકારના વકીલે સમાચાર પત્ર આપ્યું હતું જેમાં રખડતાં ઢોર મામલે ફોટો સાથે સમાચાર પ્રસિદ્ધ થયા છે, જેમાં વિસ્તાર પ્રમાણે રખડતાં ઢોર અંગે સમસ્યા દર્શાવી હતી. આમ હાઇકોર્ટે રખડતાં ઢોર મામલે ગંભીર પુરાવાને ગંભીરતાથી લીધો હતો આજે હાઇકોર્ટમાં રાજ્ય સરકારના વકીલ તરફથી રાજ્યમાં સંબધિત તમામ વિભાગો મેહનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારની રજૂઆત કરાઇ હતી. જો કે કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને સરકારની કાર્યવાહી સામે નારાજગી દર્શાવી હતી. 
લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર : હાઇકોર્ટ
કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી દર્શાવતા કહ્યું કે, જમીની પરિસ્થિતિ એ છે કે સરકારે લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે અર્બન ડેવલમેન્ટ સેક્રેટરી મુકેશ કુમારને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટ દ્વારા સૂચના અપાઇ હતી.  સાથે જ મુકેશ કુમારે પણ કડક પગલાં લેવા સંમતિ દર્શાવી છે.  આ તહેવારોનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું નથી ઈચ્છી રહ્યા : હાઇકોર્ટે તમામ અધિકારીઓ આ સમસ્યાનો  જલ્દી અંત આવે તેવા પગલાં લેવા પણ ટકોર કરી છે. અકસ્માતમાં ઇજા પામનાર અને મૃત્યુ પામનાર ને વળતર ચૂકવામાં આવે  તેવી પણ નામદાર કોર્ટે  તંત્રને ટકોર કરી છે. 

વધુ સુનવણી 15 નવેમ્બરે 
તાજેતરમાં ભાવિન પટેલ નામના વ્યક્તિનું રાખડયા ઢોર પર થયેલ મૃતકને 5 લાખનું વળતર આવતી કાલ સુધી ચૂકવવામાં આવે તેવો પણ  આદેશ કર્યો છે. સકકાર તરફથી આવા મામલામાં પિડીતોને વળતર મામલે ચર્ચા ચાલી રહી છે અને પોલીસ અને તંત્ર આ મામલે કામ કરી રહ્યાં છે તેવી કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી છે. હવે આ કેસની વધુ સુનવણી 15 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
,
Tags :
Advertisement

Related News

featured-img
video

Corruption in groundnut procurement : મગફળી ખરીદીમાં કૌભાંડ? હવે લાડાણી VS સંઘાણી

featured-img
video

EXCLUSIVE : મારી નજરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

featured-img
video

EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ

featured-img
video

Chhota Udepur જિલ્લામાં બિસ્માર રસ્તા અને પુલ, વાહનચાલકોના જીવ જોખમમાં

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

×

Live Tv

Trending News

.

×