પોલ્ટ્રીફાર્મ દ્વારા મોટી માત્રામાં મરઘાઓના મોત થતા, ઢાઢર નદીમાં નિકાલ કરાતા પ્રદુષણ સામે ખતરો..
ભરૂચ જીલ્લાના આમોદ - જંબુસરને જોડતા ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે.જેના કારણે ઢાઢર નદીની આજુબાજુમાં આવેલ પોલટ્રીફાર્મમાં મરધાઓ વધુ પ્રમાણમાં ગરમી પડવાના કારણે મૃત્યુ થતા મરધાઓના મૃતદેહને ઢાઢર નદીમાં નિકાલ કરવામાં આવતા મોટી માત્રમાં મગરો કાંઠા વિસ્તાર ઉપર ઉમટી રહ્યા છે.જેના કારણે પ્રદુષણ સામે ખતરો ઉભો થયો છે.ગુજરાતમાં મરઘી મરઘા જેવા પશુઓમાં બર્ડ ફલૂ જેવો ભયંકàª
ભરૂચ જીલ્લાના આમોદ - જંબુસરને જોડતા ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે.જેના કારણે ઢાઢર નદીની આજુબાજુમાં આવેલ પોલટ્રીફાર્મમાં મરધાઓ વધુ પ્રમાણમાં ગરમી પડવાના કારણે મૃત્યુ થતા મરધાઓના મૃતદેહને ઢાઢર નદીમાં નિકાલ કરવામાં આવતા મોટી માત્રમાં મગરો કાંઠા વિસ્તાર ઉપર ઉમટી રહ્યા છે.જેના કારણે પ્રદુષણ સામે ખતરો ઉભો થયો છે.
ગુજરાતમાં મરઘી મરઘા જેવા પશુઓમાં બર્ડ ફલૂ જેવો ભયંકર રોગ અગાઉ જોવા મળ્યા હતા.ત્યારે તાજેતરમાં જ ઉનાળાની ૪૩ ડિગ્રીન તાપમાન વચ્ચે પોલટ્રી ફાર્મમાં વધુ પ્રમાણમાં મરઘા મરઘીઓના મોત થતા મૃતદેહોના નિકાલ નજીક ની ઢાઢર નદી કે જ્યાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે.
મૃતક મરધાઓનો નિકાલ કરતા ઢાઢર નદીમાં મોટી માત્રામાં પ્રદુષણ સામે પણ ખતરો ઉભો થતા તેમજ મૃતક મરધાનું મગર મારણ કરતું હોવાના કારણે મૃતક મરઘાની બીમારી મગરોને પણ લાગી જાય તેવો ભય ઉભો થતા સ્થાનિક ચંદ્રકાન્ત જંબુસરિયાએ આ બાબતે ઢાઢર નદીમાં પ્રદુષણ થતું હોય અને આજુબાજુના ખેતરોમાં માનવ વસ્તી ધરાવતા લોકોને પણ મગરનો ભય ઉભો થતા આમોદની ઢાઢર નદીમાં પ્રદુષણ અટકાવવા સાથે મૃતક પશુઓનો નિકાલ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Advertisement