Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Customer Rights: ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્વનો ચુકાદો, મૃત્યુના કેસમાં વિધવાને 2 લાખનું વળતર

Customer Rights: એટીએમ ધારક (ATM) ને અકસ્માત મૃત્યુના સંજોગોમાં વીમા (Vimo) લાભ મળતો હોય છે. આજના સમયમાં લગભગ મોટાભાગના બેંક ખાતેદારો એટીએમ કાર્ડ (ATM Card) નો ઉપયોગ કરી રહ્યા છીએ. દરેક એટીએમ કાર્ડ (ATM Card) ધારક વીમાંથી સુરક્ષિત હોય છે....
customer rights  ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્વનો ચુકાદો  મૃત્યુના કેસમાં વિધવાને 2 લાખનું વળતર
Advertisement

Customer Rights: એટીએમ ધારક (ATM) ને અકસ્માત મૃત્યુના સંજોગોમાં વીમા (Vimo) લાભ મળતો હોય છે. આજના સમયમાં લગભગ મોટાભાગના બેંક ખાતેદારો એટીએમ કાર્ડ (ATM Card) નો ઉપયોગ કરી રહ્યા છીએ. દરેક એટીએમ કાર્ડ (ATM Card) ધારક વીમાંથી સુરક્ષિત હોય છે. દરેક બેંક એટીએમ (ATM) ધારક પાસેથી વાર્ષિક સર્વિસ ચાર્જ બેંક એકાઉન્ટમાંથી બારોબાર કપાત કરે છે. એટીએમ (ATM) ઈસ્યુ કરનાર બેંક વીમા કંપની (Vimo) સાથે એટીએમ કાર્ડ (ATM) ધારકના વીમા માટે ટાઈઅપ કરે છે. અકસ્માત મૃત્યુના કિસ્સામાં એટીએમ કાર્ડ ધારકના પરિવારને વીમા લાભ મળે છે.

  • આકસ્મિક સંજોગોમાં ATM ધારકનું નિપજ્યું મોત
  • ગ્રાહક સુરક્ષા ફોર્મમાં કેસ દાખલ કરવાની ફરજ પડી
  • વીમા કંપનીને વળતર ચૂકવવાની ફરજ પડી
  • પરિવાર વિમાના સંપૂર્ણ લાભ મેળવવા હકદાર

આકસ્મિક સંજોગોમાં ATM ધારકનું નિપજ્યું મોત

રમીલાબેન પુરબીયાના પતિ એટીએમ કાર્ડ (ATM Card) ધારક ઘનશ્યામ એલ પુરબીયા ગુજરાત SRPF માં સર્વિસ કરતા હતા. વર્ષ 2022 માં Election Duty ની ફરજ બજાવવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને ઉત્તર પ્રદેશ (UP) મોકલવામાં આવેલ. ત્યાં તારીખ 10-2-2022 ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

Advertisement

ગ્રાહક સુરક્ષા ફોર્મમાં કેસ દાખલ કરવાની ફરજ પડી

આથી તેઓના પરિવારજનોએ એટીએમ કાર્ડ (ATM Card) ના વીમા (Vimo) લાભ મેળવવા ક્લેમ પ્રોસેસ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ સુધી કોઈ પરિણામ ન આવતા ગ્રાહક સુરક્ષા ફોર્મ (Customer Protection Form) માં કેસ દાખલ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ, ગ્રાહક સુરક્ષા -ગ્રાહક સત્યાગ્રહ -ગ્રાહક ક્રાંતિ (Customer Protection Form) ના પ્રમુખ સુચિત્ર પાલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

વીમા કંપનીને વળતર ચૂકવવાની ફરજ પડી

ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી સોની થા મેમ્બર ડોક્ટર સંદીપ પંડ્યા દ્વારા કેસની હકીકતો જોતા એસબીઆઇ બેન્ક તેમજ વીમા કંપ (Vimo) ની બજાજ એલિયન્સને નોટિસ ફટકારવામાં આવેલ હતી. આથી વીમા (Vimo) કંપની બજાજ એલિયન્સ એ ફરિયાદી રમીલાબેન પુરબીયાને વીમા રકમ 2,00,000 ચૂકવવાની ફરજ પડી હતી.

પરિવાર વિમાના સંપૂર્ણ લાભ મેળવવા હકદાર

સુચિત્રા પાલ વધુમાં જણાવે છે કે SBI Bank ની જેમ દરેક બેંક એટીએમ ધારકને પોતાની રીતે પ્લાન તથા કાર્ડના પ્રકાર મુજબ વીમા લાભ આપે છે. કોઈપણ એટીએમ ધારક એટીએમ ચાલુ હોવાની પરિસ્થિતિમાં અકસ્માત મૃત્યુ પામે તો, તેઓનો પરિવાર વિમાના સંપૂર્ણ લાભ મેળવવા હકદાર છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Ahmedabad : શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં બેહરામપુરાના કાઉન્સિલર પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi :ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

featured-img
Top News

Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'

featured-img
આંતરરાષ્ટ્રીય

Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

featured-img
Top News

રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં જ ટ્રમ્પે આ જાહેરાતો કરી.... ‘આજની તારીખ અમેરિકનો માટે સ્વતંત્રતા દિવસ છે’

featured-img
આંતરરાષ્ટ્રીય

‘હું ઈચ્છું છું કે દુનિયા મને શાંતિના દૂત તરીકે યાદ રાખે’: ડોનાલ્ડ ટ્રમ્પ

featured-img
ગાંધીનગર

વિવિધ વિકાસકામો માટે CM Bhupendra Patel એ એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા

×

Live Tv

Trending News

.

×