Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISKCON Bridge Accident Case : 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા કોર્ટનો હુકમ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) માં આરોપી તથ્ય પટેલે (tathya patel) જે જેગુઆર કારથી 9 લોકોને કચડી દીધા હતા તે જેગુઆર કાર તેના મૂળ માલિકને સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. જો કે કાર માલિકને 1 કરોડના...
iskcon bridge accident case   1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા કોર્ટનો હુકમ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) માં આરોપી તથ્ય પટેલે (tathya patel) જે જેગુઆર કારથી 9 લોકોને કચડી દીધા હતા તે જેગુઆર કાર તેના મૂળ માલિકને સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. જો કે કાર માલિકને 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મળશે. 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે.
જેગુઆર કાર તેના માલિક માટે મોંઘી પડી
અમદાવાદના ચકચારભર્યા ઇસ્કોન બ્રિજ અકસ્માતની જેગુઆર કાર તેના માલિક માટે મોંઘી પડી છે અને સોના કરતાં ઘડામણ મોંઘુ તેવો ઘાટ સર્જાયો છે. ઇસ્કોન અકસ્માત બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે જેગુઆર કારથી 9 નિર્દોષ વ્યક્તિઓને કચડી દીધા હતા. ઘટના બાદ તથ્યને તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ લઇ ગયો હતો. આ બાદ પોલીસે બંને પિતા પુત્રની ધરપકડ કરી હતી.
1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો
તાજા સમાચાર મુજબ તથ્ય પટેલે જે જેગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો તે કાર તેના મૂળ માલિકને પરત સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. જેગુઆર કારનો મૂળ માલિક ક્રિશ વરિયા છે. 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. જો કે ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે કાર માલિકને સોંપવા હુકમ કરાયો છે.  અકસ્માત બાદ જેગુઆર કાર પોલીસના કબજામાં છે. મોંઘી ગાડીને પરત મેળવવા ક્રિશ વરિયાને 1 કરોડનો બોન્ડ ભરવો પડશે॥.
ક્રિશ વારિયાએ મિત્રતામાં તથ્ય પટેલને કાર આપી હતી
ઉલ્લેખનિય છે કે ક્રિશ વારિયાએ મિત્રતામાં તથ્ય પટેલને કાર આપી હતી અને  તથ્ય પટેલે જગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લીધો હતો.
Advertisement
Advertisement

.