Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાકથી આપી શકાશે કોરોના વેક્સિન, ટ્રાયલ થયું પૂર્ણ

ભારત દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે અને આ જ દિવસોમાં કોરોના વાઈરસ (Corona Virus) સામેની લડાઈમાં ભારતને મોટી સફળતા મળી છે. કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે કોરોનાની નેઝલ વેક્સિનમાં (Nasal Vaccine) મોટી સફળતા મેળવી છે. આ વેક્સિનનું વૈજ્ઞાનિક નામ BBV154 છે અને નેઝલ વેક્સિન પર બે પ્રકારના ટ્રાયલ ચાલી રહ્યાં હતા.પહેલું ટ્રાયલ કોરોનાની બે ડોઝવાળી પ્રાઈમરી વેક્સિનને (Vaccine) લઈને ચાલà
નાકથી આપી શકાશે કોરોના વેક્સિન  ટ્રાયલ થયું પૂર્ણ
ભારત દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે અને આ જ દિવસોમાં કોરોના વાઈરસ (Corona Virus) સામેની લડાઈમાં ભારતને મોટી સફળતા મળી છે. કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે કોરોનાની નેઝલ વેક્સિનમાં (Nasal Vaccine) મોટી સફળતા મેળવી છે. આ વેક્સિનનું વૈજ્ઞાનિક નામ BBV154 છે અને નેઝલ વેક્સિન પર બે પ્રકારના ટ્રાયલ ચાલી રહ્યાં હતા.
પહેલું ટ્રાયલ કોરોનાની બે ડોઝવાળી પ્રાઈમરી વેક્સિનને (Vaccine) લઈને ચાલી રહ્યું હતું અને બીજુ એવા બુસ્ટર ડોઝ તરીકે, જે કોવીશીલ્ડ અને કોવેક્સિનને લગાવનારા બંન્ને પ્રકારના લોકોને લગાવી શકાશે. આ બંન્નેના ત્રીજા તબક્કાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યા છે અને તેનો ડેટા ડ્રગ કંટ્રોલરને આપી દેવામાં આવ્યા છે. હવે ડ્રગ કંટ્રોલરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ તેનો ડેટા રિવ્યુ કરશે.
કોરોનાના બે ડોઝવાળી નેઝલ વેક્સિનનું (Nasal Vaccine) ટ્રાયલ 3100 લોકો પર કરવામાં આવ્યું છે. ભારતમાં 14 સ્થળોએ આ ટ્રાયલ થયું છે. બંન્ને સ્ટડીમાં ભાગલેનારને કોઈ પ્રકારની મુશ્કેલી નથી થઈ. હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ એટલે કે એવી વેક્સિન જે કોવેક્સિન અને કોવિશિલ્ડ લગાવી ચુકેલા પણ લઈ શકશે.
પ્રારંભિક પરિણામો પ્રમાણે નાકથી આપવામાં આવતી આ વેક્સિન રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસ નળી અને ફેંફસામાં કોરોનાથી લડવા માટે એન્ટબોડી બનાવે છે. જેનાથી ઈન્ફેક્શન ઘટે છે અને સંક્રમણ ઓછું ફેલાય છે. જોકે તેનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ વેક્સિનને ભારત બાયોટેક (BharatBiotech) વોશિંગ્ટનની સેંટ્ લુઈસ યૂનિવર્સિટીની સાથે મળીને બનાવી છે.
Advertisement
Tags :
Advertisement

.