Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલને ગણાવ્યો મજૂર

બુધવારે સવારે હાર્દિક પટેલના કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા બાદ એવી અટકળો તેજ થઇ છે કે તેઓ ભાજપમાં જોડાઇ શકે છે. વળી આ અંગે આજે હાર્દિક પટેલ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફર્નસ પણ કરવાના છે. ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે. પરંતુ આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલના રાજીનામા બાદ ભાજપમાં જવાની અટકળો પર કટાક્ષ કર્યો છે.કોંગ્રેસ નેતાએ કટાક્ષ કરતા હાર્દિક પ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલને ગણાવ્યો મજૂર
બુધવારે સવારે હાર્દિક પટેલના કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા બાદ એવી અટકળો તેજ થઇ છે કે તેઓ ભાજપમાં જોડાઇ શકે છે. વળી આ અંગે આજે હાર્દિક પટેલ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફર્નસ પણ કરવાના છે. ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે. પરંતુ આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલના રાજીનામા બાદ ભાજપમાં જવાની અટકળો પર કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસ નેતાએ કટાક્ષ કરતા હાર્દિક પટેલને મજૂર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "હાર્દિક પટેલ ગયો તો એને રોકી ન શકાય. અહીંયા માત્ર સત્તા મેળવવા આવવું અને સંઘર્ષ કરવાની તૈયારી ન હોય, જનતાના પ્રશ્નોની પડખે ઉભું રહેવાની તૈયારી ન હોય અને માત્ર એકવાર નામ બની ગયું એટલે બધું જ મને આપો એ ક્યાય મળવાનું નથી. હતાશા જ મળવાની છે. ભાજપ પાર્ટીમાં જવા માટે લોકો એવું માને છે કે, જલસા છે પરંતુ એવું નથી ત્યા માત્ર 100 લોકોને જ જલસા છે. બાકી તો ત્યા મજૂરીઓ પક્ષ છે. જેને કોંગ્રેસમાં રહીને મજૂર નથી કરવાની તો તે ભાજપમાં જઇને કેવી રીતે મજૂરી કરી શકશે. પરંતુ જે લોકો ગયા એને મારી શુભેચ્છાઓ છે." 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવનારા હાર્દિક પટેલે આખરે બુધવારના દિવસે કોંગ્રેસનો હાથ છોડી દીધો. જોકે, હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી કે તે કોઇ પક્ષમાં જાય છે કે પછી કોઇ અન્ય પક્ષ બનાવે છે. પરંતુ એકવાત અહીં સ્પષ્ટ થાય છે કે જે રીતે તેની કોંગ્રેસથી નારાજગી હતી તે પક્ષ દ્વારા દૂર ન જ કરી શકાઇ. એક તરફ કોંગ્રેસ પાર્ટી ચિંતન શિબિર કરે છે પરંતુ પાર્ટીમાં શું તકલીફ ચાલી રહી છે, તેને લઇને જાણે કોઇ ચિંતા જ ન હોય તેવું હાર્દિક પટેલના પાર્ટી છોડ્યા બાદ લાગી રહ્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું ટ્વીટ મારફતે જાહેર કર્યું હતું. મહત્વનું છે કે, તેમણે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. 
Advertisement
Tags :
Advertisement

.