ઉદ્ધાટનની થોડી જ ક્ષણોમાં ફુટબ્રિજ કડડભૂસ થયો, અધિકારીઓ ભાગ્યા, વિડીયો વાયરલ
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોની (Democratic Republic of Congo) રાજધાની કિંશાસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ગણમાન્ય વ્યક્તિઓ સોમવારે કાંગોની રાજધાનીમાં એક ફુટબ્રિજનું ઉદ્ધાટન કરવા માટે એકઠાં થયા હતા, પણ જેવી જ ઉદ્ધાટનની રિબિન કાપવામાં આવે છે ફુટબ્રિજ કડડભૂસ થઈને પડી જાય છે. ઉદ્ધાટન કરવા ઉભેલા મહેમાનો માંડ-માંડ બચે છે. ડરના માર્યાં તેની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ à
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોની (Democratic Republic of Congo) રાજધાની કિંશાસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ગણમાન્ય વ્યક્તિઓ સોમવારે કાંગોની રાજધાનીમાં એક ફુટબ્રિજનું ઉદ્ધાટન કરવા માટે એકઠાં થયા હતા, પણ જેવી જ ઉદ્ધાટનની રિબિન કાપવામાં આવે છે ફુટબ્રિજ કડડભૂસ થઈને પડી જાય છે. ઉદ્ધાટન કરવા ઉભેલા મહેમાનો માંડ-માંડ બચે છે. ડરના માર્યાં તેની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને લોકો અને મહેમાનો પણ બુમાબુમ કરી મુકે છે.
નવા પુલને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવાનો હતો જેવી જ પુલની રિબિન કાપવામાં આવી તેની પળવારમાં જ બ્રિજ (Congo Bridge) તુટી પડ્યો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સરકારી અધિકારીઓ તરફથી એક ફુટ બ્રિજની જાહેરાત કરવામાં આવી હતી. તે માટે પુલ પર રિબિન બાંધવામાં આવી હતી. કોંગોના રાજકિય આગેવાનોએ તેના લોન્ચિંગનો કાર્યક્રમ આયોજીત કર્યો અને તેનો જોવા મોટી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યા હતા.
ઉદ્ધાટન માટે નેતાઓ અને અધિકારીઓનું એક ગૃપ પુલ પર ચડ્યું અને 2 મીટર પહોળા પુલ પર રેડ રિબિન કાપવાની હતી પરંતુ જેવી જ રિબિન કાપવામાં આવી પુલ કડડભૂસ થઈને ધરાશયી થયો અને તેના પર હાજર લોકો નીચે પડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ આ વિડીયો શેર કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, તમારું આફ્રિકામાં સ્વાગત છે. અહીં લૂંટ, દગો અને અન્ય ઘણું બધું છે. લોકોએ આ માટે ભ્રષ્ટાચારને જવાબદારી ઠેરવ્યો. અન્ય એક યુઝરે લખ્યું કે, રેસ્ટ ઈન પીસ, મિસ્ટર ન્યૂ બ્રિજ. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની વિગત સામે આવી નથી.
Advertisement
Bridge collapses while being commissioned in DR Congo. pic.twitter.com/hIzwKWBx9g
— Africa Facts Zone (@AfricaFactsZone) September 5, 2022