કોમી એકતા : ચંદનવિધિ સાથે ઉપલા દાતારના ઉર્ષનો પ્રારંભ થયો
જૂનાગઢ એટલે સંતો મહંતોની ભૂમિ આ પવિત્ર જગ્યા પર આવેલ દાતાર(Datar)ના ડુંગર પર કોમી એકતાના સ્વરૂપ સમાન જમીયલશા પીર દાતારની જગ્યાએ ઉર્ષનો પ્રારંભ થયો છે, જમીયલશા પીર દાતાના આભૂષણોના દર્શનનો વર્ષમાં એક જ વખત ભક્તોને દર્શનનો લ્હાવો મળે છે.ત્યારે આજે ભાવિકોએ આભૂષણોના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. દાતાર બાપુ જે આભૂષણો પહેરતાં હતા તે વર્ષમાં એક જ વખત બહાર કાઢી ચંદનવિધિ થાય છે. આ આભà«
જૂનાગઢ એટલે સંતો મહંતોની ભૂમિ આ પવિત્ર જગ્યા પર આવેલ દાતાર(Datar)ના ડુંગર પર કોમી એકતાના સ્વરૂપ સમાન જમીયલશા પીર દાતારની જગ્યાએ ઉર્ષનો પ્રારંભ થયો છે, જમીયલશા પીર દાતાના આભૂષણોના દર્શનનો વર્ષમાં એક જ વખત ભક્તોને દર્શનનો લ્હાવો મળે છે.
ત્યારે આજે ભાવિકોએ આભૂષણોના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. દાતાર બાપુ જે આભૂષણો પહેરતાં હતા તે વર્ષમાં એક જ વખત બહાર કાઢી ચંદનવિધિ થાય છે. આ આભૂષણોમાં દાતારબાપુની પવન પાવડી, પોખરાજ, માણેક, કાનના કુંડળ વગેરે આભૂષણોની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્નાન કરવાવાયા બાદ ચંદનવિધિ(Datar Chandan Vidhi) કરવામાં આવે છે. આ ચંદનવિધિમાં મોટી સંખ્યામાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દાતાર બાપુુના ઉર્ષમાં હર્ષોલ્લાસ સાથે સામેલ થઈ કોમી એકતાનું દર્શન કરાવે છે.
જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક તરીકે ઓળખાતા દાતાર બાપુની જગ્યામાં ઉર્ષ ઉજવણીનો પ્રારંભ થયો છે, જેઅંતર્ગત દાતાર બાપુની ગુફામાં રહેલાં અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણોને ગુફાની બહાર લાવીને તેની સ્નાન વિધિ તેમજ ચંદનવિધિ કરવામાં આવી. જેના દર્શનનો અમૂલ્ય લાભ મેળવ્યો હતો.
ચંદનવિધિના પ્રસંગે અનેક હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ દર્શનનો લાભ લીધો હતો. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઉપલા દાતાર તરફ જવા માટે દર્શનાર્થીઓએ અહીંથી મંજૂરી મેળવવી પડશે અને સમય મર્યાદામાં દર્શન કરીને પરત આવવું પડશે. આ ઉપરાંત દાતાર પર્વતના પહેલા પગથિયાથી દાતાર જગ્યા સુધીના કોઈપણ વિસ્તારમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
જૂનાગઢના દાતાર પર્વત પર આવેલ જમીયલશા દાતારની જગ્યામાં ઉર્ષ મહાપર્વની ઉજવણી , ત્યારે ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુની ગુફામાં રહેલા અતિપવિત્ર અને અમૂલ્ય આભૂષણો જેવાકે; પવન પાવડી, માણેક, પોંખરાજ, દાતાર બાપુના કાનના કુંડળ જેવા આભૂષણોની સ્નાનવિધિ તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અહીં મહત્વની વાત એ છે કે, ગુફામાં સ્થિત દાતાર બાપુના પવિત્ર આભૂષણોને વર્ષમાં માત્ર એકજ વખત ગુફાની બહાર લાવવામાં આવે છે.
ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુના આભૂષણોને ગુફાની બહાર લાવીને સૌપ્રથમ તેને ગંગાજળ, ગુલાબજળ, ગાયનું દૂધ વગેરે જેવા પવિત્ર દ્રવ્યોથી સ્નાન કરાવી સ્નાનવિધિ કરવામાં આવી હતી. જે સ્નાનવિધિ દાતાર બાપુની જગ્યાના ટેલિયાઓ (સેવકગણ) અને દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા કરવામાં આવી હતી. સ્નાનવિધિ વખતે બ્રાહ્મણોએ કરેલાં મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સ્નાનવિધિ બાદ આભૂષણોને ચંદનનો લેપ કરીને ચંદનવિધિ કરવામાં આવી હતી. જે પછી દાતાર બાપુના પવિત્ર અને અમૂલ્ય આભૂષણોને પરંપરાગત રીતે નિજ સ્થાને મુકવામાં આવ્યા હતાં.
Advertisement