Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh New CM: આદિવાસી મતદારોના હાથમાં છત્તીસગઢમાં સીએમ પદની સત્તા

આદિવાસી મતદારોના હાથમાં છત્તીસગઢના સીએમ પદની સત્તા ભાજપે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરી છે. કારણ કે ભાજપ દ્વારા છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પહેલા પણ ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા માટે ઘણી...
chhattisgarh new cm  આદિવાસી મતદારોના હાથમાં છત્તીસગઢમાં સીએમ પદની સત્તા

આદિવાસી મતદારોના હાથમાં છત્તીસગઢના સીએમ પદની સત્તા

Advertisement

ભાજપે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરી છે. કારણ કે ભાજપ દ્વારા છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પહેલા પણ ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા માટે ઘણી જાહેરાતો કરી હતી. તેથી કહી શકાય કે... સીએમ પદ પર વિષ્ણુ સાયને નિયુક્ત કરવાની યોજના સાથે છત્તીસગઢમાં ભાજપ સરકાર મહારથ હાંસિલ કરી રહી છે.

છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે છત્તીસગઢ રાજ્યની 34 ટકા વસ્તી આદિવાસી છે અને 29 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. એવું માનવામાં આવે છે કે આદિવાસી મતદારોને મહત્વ આપ્યા વગર છત્તીસગઢમાં કોઈપણ પાર્ટી સરકાર બનાવી શકે નહીં.

Advertisement

તેથી જ આ વખતે છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે અનુસૂચિત જનજાતિની 29 અનામત બેઠકોમાંથી 17 બેઠકો જીતી છે. આ પરિસ્થિતિનું નિર્માણ 2018ના વર્ષમાં કોંગ્રેસ થયું હતું. પરંતુ આ વખતે આ વોટબેંકનો સમૂહ બીજેપીના પક્ષમાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ વિષ્ણુદેવ સાંય છે. આ વખતે ભાજપ પાર્ટી દ્વારા રમણસિંહને સીએમના ફેસ તરીકે જાહેર કરવામાં આવ્યા નહીં. તેનો ફાયદો ભાજપને મોટા પ્રમાણ થયો છે. કારણ કે 2018માં સલવા જુડુમ કાર્યક્રમમાં આદિવાસી મતદારો રમણસિંહથી નાખુશ થઈ ગયા હતાં. તેથી ભાજપ સરકારને 2018ના વર્ષમાં છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપ સરકારે દેશમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યાં

Advertisement

પરંતુ કેન્દ્ર સરકાર ભાજપ હતી અને તે સમયગાળ દરમિયાન ભાજપ સરકાર દ્વારા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. આ રીતે ભાજપ સરકારે દેશને તેના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા હતાં. છત્તીસગઢમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થાય છે. છત્તીસગઢએક એવું રાજ્ય છે જ્યાં ગ્રામીણ વિસ્તારના મતદારો શહેરી વિસ્તારો કરતાં વધુ જાગૃત છે અને ગ્રામીણ વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધુ છે. 2018ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા 1 કરોડ 85 લાખ 88 હજાર 520 હતી.

જેમાં 1 કરોડ 42 લાખ 90 હજાર 497 લોકોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન મતદાનની ટકાવારી 76.88 રહી હતી. તે જ સમયે, આ ચૂંટણીમાં અનુસૂચિત જાતિના મતદારોની કુલ સંખ્યા 2257034 હતી. જેમાં 1685986 મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 74.70 ટકા મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બાદ હવે છત્તીસગઢમાં બે ડેપ્યુટી CM ની જાહેરાત, વિજય શર્મા અને અરૂણ સાવને મળી આ જવાબદારી

Tags :
Advertisement

.