Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેશ બઘેલ બજારમાંથી પસાર થઈ રહ્યાં હતાં, દુકાનદારે બૂમ પાડી, અંકલ જી આંટી માટે બિંદી લેતા જાઓ પછી શું થયું

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હાલમાં 90 વિધાનસભા ક્ષેત્રોના પ્રવાસ પર છે. મંગળવારે સીએમ બસ્તર જિલ્લાના કિલપાલને મળવા અને અભિવાદન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ હાટ બજારમાં પણ પહોંચ્યા હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયાપર  વાયરલ થઇ રહ્યો છે. CM પોતે દુકાને રોકાયા આ બજારમાંથી તેમણે પોતાની પત્ની માટે એક દુકાનદાર પાસેથી શ્રૃંગારની વસ્તુઓ ખરીદી હતી. મુખ્યમંત્રીએ દુકાનદાર પàª
cm ભૂપેશ બઘેલ બજારમાંથી પસાર થઈ રહ્યાં હતાં  દુકાનદારે બૂમ પાડી  અંકલ જી આંટી માટે બિંદી લેતા જાઓ પછી શું થયું
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હાલમાં 90 વિધાનસભા ક્ષેત્રોના પ્રવાસ પર છે. મંગળવારે સીએમ બસ્તર જિલ્લાના કિલપાલને મળવા અને અભિવાદન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ હાટ બજારમાં પણ પહોંચ્યા હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયાપર  વાયરલ થઇ રહ્યો છે. 

CM પોતે દુકાને રોકાયા 
આ બજારમાંથી તેમણે પોતાની પત્ની માટે એક દુકાનદાર પાસેથી શ્રૃંગારની વસ્તુઓ ખરીદી હતી. મુખ્યમંત્રીએ દુકાનદાર પાસેથી બિંદી, સિંદૂર અને મહેંદી ખરીદી હતી. CM પોતે દુકાને રોકાયા અને શોપિંગ પણ કરી હતી. સીએમએ તેનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. 
Advertisement


દુકાનદાર થોડો ગભરાયો
વાસ્તવમાં સીએમ ભૂપેશ બઘેલ ચિત્રકોટ વિધાનસભાના મોટા કિલ્લામાં મીટિંગ માટે પહોંચ્યા હતા. જ્યાં હાટ બજાર હતું. સીએમ હાટ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે દુકાનદાર બસંત રાયે તેમને બોલાવ્યાં અને છત્તીસગઢીમાં કહ્યું, કાકા જી કાકી માટે બિંદી લેતા જાઓ. અવાજ સાંભળીને સીએમ રોકાઇ ગયા. . મુખ્યમંત્રીએ પૂછ્યું કે- તમારી પાસે શું છે તે બતાવો. પછી તેમણે  પત્ની માટે બિંદી, સિંદૂર અને મહેંદી ખરીદી. 
સીએમએ જનચૌપાલમાં ગ્રામજનોને કહ્યું
બેઠક દરમિયાન આનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકોએ હાટ બજારમાંથી ઘણી વસ્તુઓ ખરીદી છે. એ જ રીતે, મેં પણ મારી પત્ની માટે બિંદી, સિંદૂર ખરીદ્યા છે. દુકાનદારે બૂમ પાડી તો હું કેવી રીતે ના પાડું. મેં હાટ બજારમાંથી શ્રીમતીજી માટે બિંદી, સિંદૂર અને મહેંદી ખરીદી છે. સીએમ બઘેલે પોતાના ખિસ્સામાંથી પર્સ કાઢીને દુકાનદાર અને તેની પત્નીને આપ્યું અને 500 રૂપિયા પણ આપ્યાં હતાં.
Tags :
Advertisement

.