બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે, મળતી માહિતી અનુસા આવતીકાલે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે.
સામાન્ય પ્રવાહના પરિણામની આવતીકાલે જાહેર થશે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામને લઇને સમાચારો વહેતા થયા હતા, જોકે, આ માત્ર એક અફવા જ હતી. રાજ્ય શિક્ષણ બૉર્ડે એ વાતની પુષ્ટી કરી હતી કે, આ પહેલા સામાન્ય પ્રવાહના પરિણામની તારીખનો ખોટો પત્ર ફરતો થયો હતો.
આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી Onlineકરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
આપણ વાંચો -પ્રેમમાં પાગલ યુવતીએ માતાની હત્યા કરી, પુત્રીની ધરપકડ