Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરિણામ પહેલા તમામ પક્ષોના જીત માટેના દાવા, યુપીમાં સપા અને ભાજપ વચ્ચે ટ્વિટ વોર

છેલ્લા ઘણા સમયથી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને દેશમાં ખરાખરીનો રાજકીય સંગ્રામ જામ્યો હતો. તેમાં પણ ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વના રાજ્યની ચૂંટણી હોય એટલે રાજકિય ગરમાવો પણ આપોઆપ વધી જાય. તો આ તરફ યુપી સિવાય દેશ આખાનું ધ્યાન પંજાબ પર પણ છે.  ખેડૂત આંદોલન બાદ પંજાબના ખેડૂતો કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે ઘણું મહત્વનું છે. આ સિવાય ઉત્તરાખંડ, મણિપ
પરિણામ પહેલા તમામ પક્ષોના જીત માટેના દાવા  યુપીમાં સપા અને ભાજપ વચ્ચે ટ્વિટ વોર
છેલ્લા ઘણા સમયથી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને દેશમાં ખરાખરીનો રાજકીય સંગ્રામ જામ્યો હતો. તેમાં પણ ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વના રાજ્યની ચૂંટણી હોય એટલે રાજકિય ગરમાવો પણ આપોઆપ વધી જાય. તો આ તરફ યુપી સિવાય દેશ આખાનું ધ્યાન પંજાબ પર પણ છે.  ખેડૂત આંદોલન બાદ પંજાબના ખેડૂતો કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે ઘણું મહત્વનું છે. આ સિવાય ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ રાજકિય ખેલ જામ્યો હતો. જો કે હવે બસ ગણતરીના કલાકોમાં આ ખેલનું પરિણામ જાહેર થવામાં છે. આવતી કાલ એટલે કે 10 માર્ચે આ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે.
આપણા ગુજરાતીમાં એક સુવિચાર છે, ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’ જો કે અત્યારે તો તમામ રાજકિય પાર્ટીઓ આ વાક્યને જ અનુસરી રહી હોય તેવું લાગે છે. ચૂંટણીવાળા પાંચેય રાજ્યોમાં વિવિધ રાજનૈતિક પાર્ટીઓ પરિણામ પહેલા પોતાની જીતના દાવા કરી રહી છે. તમામ પક્ષ અને તેના નેતાઓ પતાની સરકાર બનશે તેવું જણાવી રહ્યા છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી આમને સામને છે. તો આ તરફ પંજાબ અને ઉત્તરાખંડમાં પણ આવી સ્થિતિ છે.
ઉત્તર પ્રદેશ
આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. ચૂંટણીને લઇને જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે, તે તમામમાં ભાજપને બહુમતિ મળે છે તેવું દર્શાવાયું છે. જો કે આ તમામ એક્ઝિટ પોલથી અલગ સમાજવાદી પાર્ટી દ્વારા એવો દાવો કરાઇ રહ્યો છે કે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનશે. તો આ તરફ ભાજપ દ્વારા પણ એક્ઝિટ પોલના આધારે તેમને બહુમતી મળી રહી છે તેવી વાત થઇ રહી છે. 
Advertisement

સમાજવાદી પાર્ટીએ આ અંગે આજે એક ટ્વિટ કર્યુ છે કે,‘યહી નતીજા આયેગા, પરચમ સપા કા લહેરાયેગા’. આ સિવાય કાલે એક ટ્વિટ પણ કર્યુ હતું, જેમાં તેમણે લખ્યું છે કે ‘10 માર્ચે પરિણામ બતાવશે, સરકાર તો અમે જ બનાવીશું.’ સમાજવાદી પાર્ટી દ્વારા આ ટ્વિટ તમામ એક્ઝિટ પોલના જવાબમાં કરવામાં આવ્યું છે, કારણ કે તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય સામે આવ્યો છે. આ સિવાય સમાજવાદી પાર્ટીએ એવું પણ કહ્યું છે કે આ વખતે ભાજપ 300 પારનો તેનો ટાર્ગેટ નહીં મેળવી શકે, તો તેની સામે સમાજવાદી પાર્ટીની સીટમાં ઘણો વધારો થશે. 
આ તરફ ભાજપ દ્વારા પણ સોશિયલ મીડિયામાં એવો પ્રચાર થઇ રહ્યો છે કે ‘ઉત્તર પ્રદેશની જનતાના આશિર્વાદના પરિણામે 10 માર્ચે આવશે તો ભાજપ, આવશે તો યોગી.’

તો આ તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું હતું કે, ‘સાતમા તબક્કાના મતદાનમાં સપા ગઠબંધનને બહુમતિ કરતા પણ વધારે આગળ લઇ જવા માટે તમામ મતદાતાઓનો આભાર. સરકાર અમે બનાવીએ છીએ. ’ તો આ તરફ ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ‘એક્ઝિટ પોલમાં જ સપા અને અખિલેશ યાદવ તથા સાઇકલની હવા નિકળી ગઇ. એટલે કે ઉત્તર પ્રદેશની જનતા 10 માર્ચે સપાને સમાપ્તવાદી પાર્ટી બનાવી દેશે.’
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પણ એક્ઝિટ પોલને લઇને રાજનૈતિક પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ શરુ થઇ ગઇ છે. ભાજપના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કોંગ્રેસ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત, બંને રાજ્યમાં તેમની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તો હવે એક્ઝિટ પોલની પ્રામાણિકતાને લઇને જ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે નાના રાજ્યોમાં ભાજપ દ્વારા પૈસા અને રાજ્યપાલના બળ વડે સરકાર બનાવવામાં આવે છે. ઉત્તરાખંડમાં ભાજપની આવી કોઇ ચાલ નહીં ચાલે. 
આ તરફ હરિશ રાવતે કહ્યું કે, ‘એક્ઝિટ પોલના નામે સત્તારુઢ પાર્ટીના ઇશારે એક માઇન્ડ ગેમ રમવામાં આવી છે. ભાજપને 42 સીટ મળે તે એક્ઝિટ પોલનું જ અપમાન છે. એક્ઝિટ પોલ કરાવનારા લોકો કઇ ભાવના સાથે કરાવે છે તેના પર પણ વિચાર કરવો જોઇએ.’
પંજાબ
પંજાબની વાત કરીએ તો એક્ઝિટ પોલની અંદર આમ આદમી પાર્ટીને પંજાબની વિજેતા બતાવવામાં આવી છે. જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું હતું. તે સમયે પણ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળી હતી. જો કે પરિણામ આવ્યું ત્યારે આપને માત્ર 20 બેઠકો  મળી હતી. તેવામાં આ વખતે પણ આ આધારે પંજાબમાં વિવિધ રાજકિય પાર્ટીઓ એક્ઝિટ પોલ સર સવાલો ઉઠાવીને પોતાની જીતના દાવાઓ કરી રહી છે. 
કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘અમારી પાર્ટી સરકાર બનાવશે. અમને સ્પષ્ટ બહુમતિ મળશે. ’ તો બીજી તરફ આપના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માન એવો દાવો કરે છે કે એક્ઝિટ પોલ સાચુ કહે છે અને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીર બાદલે તેમની પાર્ટીને 80 કરતા પણ વધાારે સીટ મળવાનો દાવો કર્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.