Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કલોલમાં કોલેરાની એન્ટ્રી, તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં

કોરોનાવાયરસના કહેરથી હજુ આપણે બહાર જ નીકળી રહ્યા છીએ ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરના કલોલમાં ફરી એક વખત કોલેરા ફાટી નીકળ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં અહી ઝાડા ઉલ્ટીના 102 કેસ નોંધાયા છે. તેટલું જ નહીં ઝાડા ઉલ્ટીના કારણે કલોકના એક 9 માસના બાળકનું મૃત્યું થયું છે. જે દર્શાવે છે કે, કલોલમાં પરિસ્થિતિ કેવી છે. કલોલના તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર અને દીવડા તળાવ રહેણાંક
કલોલમાં કોલેરાની એન્ટ્રી  તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં
કોરોનાવાયરસના કહેરથી હજુ આપણે બહાર જ નીકળી રહ્યા છીએ ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરના કલોલમાં ફરી એક વખત કોલેરા ફાટી નીકળ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં અહી ઝાડા ઉલ્ટીના 102 કેસ નોંધાયા છે. તેટલું જ નહીં ઝાડા ઉલ્ટીના કારણે કલોકના એક 9 માસના બાળકનું મૃત્યું થયું છે. જે દર્શાવે છે કે, કલોલમાં પરિસ્થિતિ કેવી છે. 
કલોલના તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર અને દીવડા તળાવ રહેણાંક વસાહતમાં દૂષિત પાણીને પગલે ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે. તંત્ર દૂષિત પાણીના સોર્સ શોધવા કામે લાગ્યું છે. ગત વર્ષે પણ કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. જેમાં 5 લોકોના મૃત્યું થયા હતા. તાજેતરમાં કલોલમાં પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. બે દિવસમાં 50 કરતા વધુ કોલેરાના કેસ નોંધાયા છે. જે દર્શાવે છે કે તંત્ર કેટલું સજાગ છે. પાણી નીકળ્યા બાદ પાડ બાંધવી કઇંક આવું જ કલોલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એવું નથી કે આ પહેલીવાર આવું બન્યું હોય કે કોલેરાના આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. આ પહેલા પણ ગત વર્ષે કોલેરાના કેસ નોંધાયા હતા. તે સમયે પણ લોકો ખૂબ હેરાન થયા હતા. પરિસ્થિતિ જ્યારે આવી બને છે ત્યારે તંત્ર જાગૃત અવસ્થામાં આવી જાય છે અને જ્યારે બધુ શાંત થાય એટલે ફરી તંત્ર ઘોર નિદ્રા ધારણ કરી લે છે. 
માણસને પીવાનું ચોખ્ખું પાણી મળે તે રાજ્ય સરકાર અને તંત્રની જવાબદારી છે. પરંતુ હંમેશની જેમ આ વખતે પણ તંત્ર મોડેથી નિંદરમાંથી ઉઠી હોય તેવું જનમુખે ચર્ચાઇ રહ્યું છે. જીહા, કલોલામાં પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા ઉલટીનાં કેસો વધી જતા લોકસભા સાંસદ અમિત શાહ દ્વારા પણ ગાંધીનગર આરોગ્ય તંત્રને ખાસ સૂચનાઓ અપાઈ હતી. જો કે કલોલ નગરપાલિકાની બેદરકારીના કારણે પૂર્વ વિસ્તારમાં ફરીવાર કોલેરાએ પગ પેસારો કરીને મોટી સંખ્યામાં લોકોને ઝપેટમાં લઈ લીધા છે.
Advertisement
Tags :
Advertisement

.