Ahmedabad Rathyatra 2023 : 10 કિલો ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ તૈયાર કરાયો, જુઓ Video
અમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ તૈયાર કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી ચોકલેટનો રથ બનાવે છે. 10 કિલો મિલ્ક ચોકલેટમાંથી દોઢ ફૂટ ઊંચો અને અઢી ફૂટ લંબાઈનો રથ તેમણે તૈયાર કર્યો છે.
આ પણ વાંચો : અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ, શહેરમાં આટલા રૂટ રહેશે બંધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.