Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીન ફરી કોરોનાના સકંજામાં, કોરોનાના કેસ વધતા દુનિયાભરમાં ચિંતા

ચીનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, રવિવારે ચીનમાં 13,146 કોવિડ કેસ નોંધાયા હતા, જે બે વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાના પ્રથમ લહેરના પીક પછી સૌથી વધુ કેસ નોંધાયા છે. નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '1,455 લક્ષણોવાળા દર્દીઓ હતા, જેમાંથી 11,691 એસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી તેવા કેસ નોંધાયા છે. જો કે, કોઈ નવા મૃત્યુ નોંધાયા નથà«
ચીન ફરી કોરોનાના સકંજામાં  કોરોનાના કેસ વધતા દુનિયાભરમાં ચિંતા
ચીનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, રવિવારે ચીનમાં 13,146 કોવિડ કેસ નોંધાયા હતા, જે બે વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાના પ્રથમ લહેરના પીક પછી સૌથી વધુ કેસ નોંધાયા છે. નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '1,455 લક્ષણોવાળા દર્દીઓ હતા, જેમાંથી 11,691 એસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી તેવા કેસ નોંધાયા છે. જો કે, કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી.'
ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના કારણે તમામ 25 મિલિયન લોકોને ઘરે જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી સંક્રમણને નિયંત્રિત કરી શકાય. શિપિંગના વ્યવસાય કરતા મોટા વેપારી મેર્સ્કએ શુક્રવારે જણાવ્યું હતું કે શહેરમાં કેટલાક ડેપો બંધ રહ્યા છે અને લોકડાઉનને કારણે ટ્રાન્પોટૅશન સેવાઓને વધુ અસર થવાની સંભાવના છે. જેના કારણે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે.
વર્ષ 2019માં પ્રથમ વખત ચીનમાં કોરોના વાયરસ મળી આવ્યો હતો. આ વાયરસએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને નિયંત્રિત કરવા માટે ચીન તેની ઝીરો કોવિડ પોલિસીનો કડક અમલ કરી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.