Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh Assembly Election : પાંચમું પાસ મજૂરે મંત્રીને આપી મ્હાત, કોમી રમખાણોમાં થયું હતું પુત્રનું મોત...

કોંગ્રેસના મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય રવિન્દ્ર ચૌબેને છત્તીસગઢના બેમેટારા જિલ્લાની સાજા વિધાનસભા બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમાં ખાસ વાત એ છે કે રવિન્દ્ર ચૌબેને હરાવનાર વ્યક્તિ કોઈ મોટો ચહેરો નથી કે તેની પાસે ચૂંટણી લડવાનો...
chhattisgarh assembly election   પાંચમું પાસ મજૂરે મંત્રીને આપી મ્હાત  કોમી રમખાણોમાં થયું હતું પુત્રનું મોત

કોંગ્રેસના મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય રવિન્દ્ર ચૌબેને છત્તીસગઢના બેમેટારા જિલ્લાની સાજા વિધાનસભા બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમાં ખાસ વાત એ છે કે રવિન્દ્ર ચૌબેને હરાવનાર વ્યક્તિ કોઈ મોટો ચહેરો નથી કે તેની પાસે ચૂંટણી લડવાનો વર્ષોનો અનુભવ નથી, પરંતુ મંત્રીને હરાવનાર વ્યક્તિ સામાન્ય ખેડૂત છે અને 2023 ની ચૂંટણીમાં ભાજપે તેને ઉમેદવાર જાહેર કર્યો હતો અને તેણે જીત મેળવી હતી.

Advertisement

રવિન્દ્ર ચૌબેને 5297 મતોથી હરાવ્યા

રવિન્દ્ર ચૌબેને 5297 મતોથી હરાવનાર વ્યક્તિનું નામ ઈશ્વર સાહુ છે. ઈશ્વર સાહુએ રવિન્દ્ર ચૌબેને 5297 મતોથી હરાવ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચૌબેને કુલ 96,593 વોટ મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર ઈશ્વર સાહુને 1,01,789 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર ઇશ્વર સાહુના પુત્ર, વ્યવસાયે મજૂર, આ વર્ષે રાજ્યમાં રમખાણોમાં મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં સાજા વિધાનસભાના બિરાનપુર ગામમાં કોમી રમખાણો થયા હતા.

આ રમખાણોમાં ત્રણ લોકોના મોત થયા હતા

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાળામાંથી શરૂ થયેલી લડાઈએ કોમી રમખાણોનું સ્વરૂપ લીધું હતું. આ સમયગાળા દરમિયાન છત્તીસગઢમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા. આમાં ઈશ્વર સાહુનો પુત્ર ભુવનેશ્વર સાહુ પણ સામેલ હતો. જો અહેવાલોનું માનીએ તો, છત્તીસગઢ સરકારે વળતર તરીકે પરિવારને 10 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ભુવનેશ્વર સાહુના પરિવારે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Advertisement

ભાજપે ટિકિટ આપવાનો નિર્ણય લીધો

આ પછી ભાજપે ઈશ્વર સાહુને ધારાસભ્યની ટિકિટ આપવાનો નિર્ણય કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્તીસગઢમાં ઉમેદવારોની યાદી બહાર આવે તે પહેલા ભાજપે ઇશ્વર સાહુને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ શરૂઆતમાં તેણે ના પાડી દીધી હતી. જોકે, ઘણી વિચાર-વિમર્શ બાદ ઈશ્વર સાહુએ પાર્ટીના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. ઈશ્વર સાહુની આ શાનદાર જીત બાદ પાર્ટી તરફથી તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

બે તબક્કામાં મતદાન થયું

આપને જણાવી દઈએ કે છત્તીસગઢની 90 વિધાનસભા સીટો પર બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું હતું. આ દરમિયાન રાજ્યની કુલ 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં રાજ્યની 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું. 3 ડિસેમ્બરે થયેલી મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીને 54 સીટો પર બમ્પર જીત મળી છે.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election : ડરશે તો કેવી રીતે લડશે, અખિલેશ યાદવ અને સંજય રાઉત વારંવાર અમેરિકા જાય છે ?

Tags :
Advertisement

.