સુરતીઓનું પોતીકું પર્વ એટલે ચંદની પડવો
ચંદીપડવો હોય અને સુરતની ઘારી યાદ ન આવે એવું કેમ કરીને બને? આમ તો આખા દેશમાં શરદ પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે, પણ સુરતીઓ આ તહેવાર કંઇક અલગ જ અંદાજમાં ઉજવે છે. ચંદીપડવાની ઉજવણી સુરતવાસીઓએ ખૂબ ધામધૂમથી કરી હતી. એક અંદાજ પ્રમાણે સુરતીલાલાઓ એક દિવસમાં 200 ટનથી વધુ ઘારીની જયાફત ઉડાવી હતી.જો ઘારીના ઈતિહાસ પર નજર કરીએ તો સુરતની ઘારીનો સંબંધ 1857ના વિપ્લવ સાથે જોડાયેલો છે. તે વખતે આસો વદ પડવો હà
ચંદીપડવો હોય અને સુરતની ઘારી યાદ ન આવે એવું કેમ કરીને બને? આમ તો આખા દેશમાં શરદ પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે, પણ સુરતીઓ આ તહેવાર કંઇક અલગ જ અંદાજમાં ઉજવે છે. ચંદીપડવાની ઉજવણી સુરતવાસીઓએ ખૂબ ધામધૂમથી કરી હતી. એક અંદાજ પ્રમાણે સુરતીલાલાઓ એક દિવસમાં 200 ટનથી વધુ ઘારીની જયાફત ઉડાવી હતી.
જો ઘારીના ઈતિહાસ પર નજર કરીએ તો સુરતની ઘારીનો સંબંધ 1857ના વિપ્લવ સાથે જોડાયેલો છે. તે વખતે આસો વદ પડવો હતો અને તાત્યા તોપેના લશ્કરે સુરતમાં સામૂહિક રીતે ઘારી ખાધી હતી. ત્યારથી સુરતમાં પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરા ચાલતી આવી છે.
ઘારી ચાહકોનું માનીએ તો ઇ.સ 1836મા સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઇને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી. આ મીઠાઇને ઘારી નામ આપ્યું હતું. ત્યારબાદ દેવશંકરભાઇએ ઇ.સ. 1838મા લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી હતી.
હવે વાત કરીએ ચંદની પડવાના પર્વની ઉજવણીની ચાંદની શીતળ ચાંદનીમાં ઘારીની જિયાફ્ત સાથે સુરતીલાલા ચંદની પડવા પર્વની ઉજવણી કરે છે, પરિવાર અને મિત્રો સાથે ડિનર, ગેટ ટુ ગેધર કરવાની સાથે એક જ દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જતા હોય છે.
સમગ્ર ગુજરાતમાં ચંદની પડવાની ઉજવણી વિવધ રીતે થતી હોય છે, પરંતુ સુરતના પીપલોદ વિસ્તારમાં સુરતી લાલાઓ કઈંક અલગ જ રીતે આ પર્વની ઉજવણી કરતા હોય છે, સુરતીલાલાઓ કરોડોની ઘારી અને ભુસુ એક જ રાતમાં આરોગી જતા હોય છે, ખાવા પીવાના સોખીન સુરતીલાલાને તો બસ એક બહાનું જ મળવું જોઈએ, જોકે સુરતના વિવધ સ્થળોએ સહપરિવાર અને મિત્રો સાથે તેઓ ચાંદની રાતમાં ખુલ્લા આકાશની નીચે ઘારીની લિજ્જત માણતા હોય છે, જેને લીધે ઘારીની માંગ વધતા મીઠાઈના વેપારીઓ દ્વારા હજારો કિલો ઘારી બનાવવામા આવતી હોય છે.
જોકે, તહેવારમાં સૌથી વધુ આગળ રહેનારા સુરતીઓ માટે બજારમાં પિસ્તા ઘારી, ચોકલેટ ઘારી, પાનમસાલા ઘારી, કાજુ મેંગો ઘારી, અંજીર અખરોટ ઘારી, ઓરેંજ બુખારી નટ્સ ડ્રાયફ્રુટ ઘારી અને આ વખતની સ્પેશિયલ ગોલ્ડ ઘારીની સોથી વધુ ક્રેઝ જોવા મળ્યો હતો. તેમજ સુગરના દર્દી માટે સુગર ફ્રી કેસર બદામ પિસ્તા ઘારીના અવનવા ફલેવર બજારમાં છે અને તમામ ઘારીના ભાવ પણ બજટમાં છે. જેમાં 760 થી શરુ થઇ 9 હજાર રૂપિયા સુધીનું ઘારીનું વેચાણ થયું હતું. ઉપરાંત ગુજરાત અને તેમાં પણ સુરતના લોકો વિદેશમાં વસતા લોકો આ દિવસે પોતાના સબંધી મારફત અથવા કુરિયર મારફત કે ફોન દ્વારા ઓર્ડર આપે છે.
હાલ ખાવા પીણામાં જાણીતા સુરતીલાલાઓ માટે ઘારીની અવનવી વેરાયટી આવી છે. પરંતુ 15 વર્ષ અગાઉ કલર વિનાની અસલ કેસરનો છંટકાવ સાથેની કેસર-બદામ-પિસ્તા ઘારીની રેસીપીની શોધ કરનાર સુમુલ ડેરી છે. સુમુલ ડેરીએ ગયા વર્ષે 100 ટન ઘારીનું વેચાણ કર્યું જે આ વર્ષે 110નો લક્ષ્યાંક રાખીને ઘારી બનવામાં આવી હતી.
એક સર્વે મુજબ ચંદની પડવાના તહેવાર માટે સુરતનું ધારીનું કુલ માર્કેટ 164 ટનનું છે, એમાં 60 ટકા માર્કેટ સુમુલ ડેરી ધરાવે છે. જોકે, કોરોનામાં ગયા વર્ષે 150 ટન ઘારી વહેચાઈ હતી. કોરોનાના કેસ ઘટતા અને છૂટછાટ મળતા જ આ વખતે લોકો મન મૂકીને ખર્ચ કરતા જોવા મળ્યા હતા. જેથી 200 ટન ઘારી વહેચાવાનો અંદાજ માનવામાં આવી રહ્યો હતો. 110 ટન ઘારી માત્ર સુમુલ બનાવે છે અને સાથે 25, ટન માવો પણ વહેચે છે. જેમાં 24 કેરેટ અન્ય ડેરીઓ, સહકારી સંસ્થાઓ અને મીઠાઈવાળાઓનો સમાવેશ થાય છે.
સુરતમાં કઈ જાતની ઘારીઓનું વહેંચણ થાય છે અને કેટલામાં?
કેસર ઘારી 920 રૂપિયે / કિલો
માવા ઘારી 760 રૂપિયે / કિલો
મેંગો 800 રૂપિયે / કિલો
સ્ટોબેરી 800 રૂપિયે / કિલો
ઓરેન્જ 800 રૂપિયે / કિલો
અંજીર 800 રૂપિયે / કિલો
અખરોટ 800 રૂપિયે / કિલો
ચોકલેટ 800 રૂપિયે / કિલો
મસાલા 800 રૂપિયે / કિલો
ક્રિમ એન્ડ કૂકીઝ 800 રૂપિયે / કિલો
ગોલ્ડ 9000 રૂપિયે / કિલો
પિસ્તા કેસર માવા 800 રૂપિયે / કિલો
આ વખતે ગોલ્ડ ઘારીનો ક્રેશ વધારે સાથે જ અંજીર અખરોટ અને ચોકલેટ ઘારીનો પણ ક્રેશ વધ્યો.
Advertisement