Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા માટે આજે હોંગકોંગને હરાવી સુપર-4માં પહોંચવાની તક, અફઘાનિસ્તાન સૌ પ્રથમ પહોંચ્યું

એશિયા કપ 2022 (Asia Cup 2022)માં પાકિસ્તાન સામેની રોમાંચક જીત બાદ ભારતીય ટીમ આજે હોંગકોંગ સામે ટકરાશે. ભારતે પોતાની પ્રથમ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે. હવે ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની બીજી અને છેલ્લી મેચમાં જીત નોંધાવીને સુપર-4માં સ્થાન નિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે. વળી, આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહેલી હોંગકોંગની ટીમ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા મેદાને ઉતરશે.આજે ટીમ à
ટીમ ઈન્ડિયા માટે આજે હોંગકોંગને હરાવી સુપર 4માં પહોંચવાની તક  અફઘાનિસ્તાન સૌ પ્રથમ પહોંચ્યું
એશિયા કપ 2022 (Asia Cup 2022)માં પાકિસ્તાન સામેની રોમાંચક જીત બાદ ભારતીય ટીમ આજે હોંગકોંગ સામે ટકરાશે. ભારતે પોતાની પ્રથમ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે. હવે ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની બીજી અને છેલ્લી મેચમાં જીત નોંધાવીને સુપર-4માં સ્થાન નિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે. વળી, આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહેલી હોંગકોંગની ટીમ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા મેદાને ઉતરશે.
આજે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાની બીજી મેચમાં હોંગકોંગ સામે ટકરાશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપમાં ભારત-હોંગકોંગની ટીમો અત્યાર સુધી માત્ર બે વખત જ આમને-સામને આવી છે. ટીમ ઈન્ડિયાએ આ બંને મેચ જીતી હતી. આ ટીમો પ્રથમ વખત 2008માં રમી હતી. 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા, સ્કોરનો પીછો કરતા હોંગકોંગની આખી ટીમ 118 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 256 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો હોંગકોંગ સામે થવાનો છે. અફઘાનિસ્તાને મંગળવારે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હરાવી સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી છે. તે એશિયા કપ 2022માં સૌ પ્રથમ સુપર-4માં પહોંચનારી ટીમ બની છે. 
Advertisement

ભારતીય ટીમ આજની મેચ જીતીને સુપર 4માં પ્રવેશવા માંગશે. જોકે, હોંગકોંગની ટીમને પણ ઓછી આંકી શકાય તેમ નથી. કારણ કે આ ટીમ આ પહેલા ત્રણ વખત એશિયા કપ રમી ચુકી છે. વળી, આ વખતે પણ ટીમે ત્રણ ટીમોને હરાવીને એશિયા કપમાં ક્વોલિફાય કર્યું છે, તેના પરથી સમજી શકાય છે કે હોંગકોંગની ટીમ ઘણી સારી છે. હોંગકોંગની ટીમ કુવૈત, યુએઈ અને સિંગાપોરને હરાવવામાં સફળ રહી હતી. દરમિયાન, આજની મેચમાં ટીમ ઈન્ડિયા સામે મોટો પડકાર છે.
ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચમાં તમામની નજર આજે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કેએલ રાહુલ પર રહેશે. કેએલ રાહુલ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. ઈજામાંથી પરત ફર્યા બાદ કેએલ રાહુલે ઝિમ્બાબ્વે સામેની બે વનડેમાં બેટિંગ કરી હતી, પરંતુ તે એક વખત પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. આ પછી તેની T20માં વાપસી પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં થઈ હતી. જેમાં તે નસીમ શાહના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. તેઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હોતા. હવે આ મેચમાં ફરી તેના પર નજર રહેશે. 

આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સુપર 4માં મોટી ટીમો સાથે ટકરાશે, સાથે જ પાકિસ્તાન પણ 4 સપ્ટેમ્બરે ટક્કર આપે તેવી શક્યતા છે, તેથી કેએલ રાહુલ પાસે આજે ફોર્મમાં પાછા આવવાની સારી તક હશે. જોકે, એ જોવાનું રહેશે કે કેપ્ટન રોહિત શર્મા તેને આજે ઓપનિંગમાં પોતાની સાથે લે છે કે પછી તેને મિડલ ઓર્ડરમાં રમવાની તક મળે છે.
Advertisement

Advertisement

Tags :
Advertisement

.