ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની આજે મહત્વની બેઠક
ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રિય ચૂંટણી સમિતિ (Central Election Committee)ની આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) તથા અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ( amit shah ) સામેલ થશે. આજની આ મહત્વની...
ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રિય ચૂંટણી સમિતિ (Central Election Committee)ની આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) તથા અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ( amit shah ) સામેલ થશે. આજની આ મહત્વની બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પર અંતિમ નિર્ણય લેવાઇ શકે છે.
વડાપ્રધાન મોદી બેઠકના બીજા ચરણમાં સામેલ થશે
આજની બેઠકમાં મધ્યપ્રદેશની 50 અને છત્તીસગઢની 35 બેઠકો પર ઉમેદવારોની પસંદગી પર અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. બેઠક થોડી વારમાં શરુ થશે અને વડાપ્રધાન મોદી બેઠકના બીજા ચરણમાં સામેલ થશે.
વિધાનસભા ચૂંટણીની તૈયારી
આ પહેલા મંગળવારે અમિત શાહના નિવાસસ્થાને છત્તીસગઢના મુદ્દે મહત્વની બેઠક મળી હતી જેમાં રાજ્યના શીર્ષ નેતૃત્વ સાથે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ સામેલ હતા. ગયા મહિને થયેલી કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં બીજેપીએ મધ્યપ્રદેશ માટે 39 બેઠકો અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાં મોટાભાગની બેઠકો એવી હતી જ્યાં બીજેપી ગત ચૂંટણીમાં હારી ગઇ હતી.
આ વખતે ઉમેદવારોના નામ વહેલા જાહેર
ભાજપે જે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી તેમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ધારાસભ્યો નથી. પોતાની પરંપરાને હટાવતાં ભાજે આ વખતે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરુઆત કરી દીધી છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાના તથા મિજોરમમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે જે 2024માં લોકસભા ચૂંટણી પહેલાની અંતિમ ચૂંટણી છે.
Advertisement