Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ યોજના હેઠળ ખેડૂતોને સસ્તા વ્યાજદરે મળશે કૃષિ લોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કૃષિ માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમને (interest subvention scheme) મંજુરી આપી છે. મોદી સરકાની ખેડૂતોને આ મોટી ભેટ છે. કેબિનેટે હોસ્પિટેલિટી અને તેનાથી સંબંધિત ઉદ્યોગો માટે ગેરંટી યોજનામાં રૂ. 50,000 કરોડનો વધારો કર્યો છે. કેબિનેટના નિર્ણયની આ જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી.કેબિનેટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકાગાà
આ યોજના હેઠળ ખેડૂતોને સસ્તા વ્યાજદરે મળશે કૃષિ લોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કૃષિ માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમને (interest subvention scheme) મંજુરી આપી છે. મોદી સરકાની ખેડૂતોને આ મોટી ભેટ છે. કેબિનેટે હોસ્પિટેલિટી અને તેનાથી સંબંધિત ઉદ્યોગો માટે ગેરંટી યોજનામાં રૂ. 50,000 કરોડનો વધારો કર્યો છે. કેબિનેટના નિર્ણયની આ જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી.
કેબિનેટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકાગાળાની કૃષિ લોન પર 1.5% વ્યાજ સહાયની મંજુરી આપી. એગ્રી સેક્ટરમાં પુરતા ક્રેડિટ પ્રવાહને સુનિશ્ચિત કરવા આ નિર્ણય લીધો છે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ વર્ષ 2022-23થી 2024-25 વચ્ચે રૂ. 34,856 કરોડના વધારાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં પુરતી લોન મળી શકશે. આ લોન ખેડુતોને 7% પ્રતિ વર્ષના દરથી કૃષિ અને તેના સંલગ્ન ગતિવિધિઓની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વગેરેનો સમાવેશ થાય છે. સમય પર લોન ભરપાઈ કરવા પર ખેડુતોને 4% વ્યાજ પર ટૂંકાગાળાની લોન મળતી રહેશે.
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના (ECLGS)ની મર્યાદાને 50,000 કરોડ રૂપિયા વધારીને 4.5 લાખ કરોડ રૂપિયાથી 5 લાખ કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી. તેનો ફાયદો હોસ્પિટાલિટી અને તેના સંબંધિત સેક્ટરને પણ મળશે. હોસ્પિટાલિટી અને તેના સંલગ્ન ઉદ્યમો પર કોરોના મહામારીના લીધે પડેલી ગંભીર અસરોને કારણે વધારો કરવામાં આવ્યો છે.
શું છે interest subvention scheme
ઈન્ટરેસ્ટ સબ્વેન્શનનો અર્થ છે કે, લોનનું વ્યાજ ચુકવવા પર ખેડુતોને 1.5% વધારાની છૂટ મળશે. તેની ભરપાઈ કરવા માટે સરકાર આ ચુકવણી સીધી જ લોન આપનારી બેંક અને સહકારી સંસ્થાઓને કરશે.
Advertisement
Tags :
Advertisement

.