Delhi Burger King હત્યાકાંડ, લેડી ગેંગસ્ટર Annu Dhankar ની ધરપકડ
- Burger King માં હત્યા કેસમાં અન્નુ ધનખડની ધરપકડ
- બર્ગર કિંગમાં હત્યા લેડી ડોન ઓળખાઈ અન્નુ ધનખડ
- અન્નુ ધનખડ હિમાંશુભાઉ ગેંગની સભ્ય તરીકે જાણીતી
દિલ્હી (Delhi) પોલીસની સ્પેશિયલ સેલે પશ્ચિમ દિલ્હી (Delhi)ના બર્ગર કિંગ (Burger King)માં હત્યા કેસમાં અન્નુ ધનખડની ધરપકડ કરી છે. બર્ગર કિંગ (Burger King)માં હત્યા બાદ અન્નુ ધનખડ (Annu Dhankar) લેડી ડોન તરીકે પ્રખ્યાત થઈ ગઈ હતી. તે હિમાંશુભાઉ ગેંગની સભ્ય છે. આ હત્યાની જવાબદારી હિમાંશુભાઉ ગેંગે લીધી હતી. અન્નુ ધનખડ (Annu Dhankar)ની નેપાળ બોર્ડર પાસે લખીમપુર ખેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
અનુ ધનખડ પર શું છે આરોપ?
18 જૂને દિલ્હી (Delhi)ના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ (Burger King) રેસ્ટોરન્ટમાં અમન નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે અમનની બર્ગર કિંગ (Burger King) રેસ્ટોરન્ટમાં હત્યા કરવામાં આવી ત્યારે શૂટરોએ 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં અન્નુ ધનખડ (Annu Dhankar) ફરાર હતી.
Annu Dhankar, an associate of Himanshu Bhau gang apprehended from Indo-Nepal Border by Special Cell(NR)
She was absconding in the murder case of a sympathiser of rival gang@LtGovDelhi @DelhiPolice pic.twitter.com/2byNx0x8bT
— Special Cell, Delhi Police (@CellDelhi) October 25, 2024
અન્નુ ધનખડની ઓળખ કેવી રીતે થઈ?
પોલીસે કહ્યું છે કે, દિલ્હી (Delhi)માં બનેલા સનસનાટીભર્યા હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ સેલની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ ગુનેગારોને ઓળખવા માટે સ્થળની નજીક સ્થાપિત CCTV કેમેરાનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું. આ પછી બિજેન્દર ઉર્ફે ગોલુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, આ કેસ સાથે જોડાયેલા ઘણા આરોપીઓની ઓળખ થઈ, જેમાંથી એક અન્નુ ધનખડ (Annu Dhankar) હતી.
આ પણ વાંચો : Arvind Kejriwal પર હુમલો કરવાનો પ્રયાસ, AAP નો આરોપ - BJP ના ગુંડાઓએ કર્યો હુમલો...
અન્નુ ધનખડ મુખ્ય આરોપી...
દિલ્હી (Delhi) પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે અન્નુ ધનખડ (Annu Dhankar)ની ભૂમિકા બહાર આવી હતી. તેણે મૃતક અમનને સોશિયલ મીડિયા દ્વારા તેની સાથે મિત્રતા કરવા લલચાવી અને તેને રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ (Burger King)માં મળવા આમંત્રણ આપ્યું. અન્નુ ધનખડે (Annu Dhankar) આ માહિતી હિમાંશુ ઉર્ફે ભાઉ અને સાહિલ રિટોલિયાને આપી હતી. અમન અન્નુ ધનખડ (Annu Dhankar)ને મળવા રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ (Burger King) રેસ્ટોરન્ટમાં પહોંચ્યો કે તરત જ તે અંધાધૂંધ ગોળીબારમાં માર્યો ગયો. અન્નુને છેલ્લે કટરા રેલ્વે સ્ટેશન પર જોવામાં આવી હતી અને ત્યારથી તેની હિલચાલ જાણી શકાઈ નથી.
આ પણ વાંચો : Pune Police : ચૂંટણી પહેલા સોનાની હેરાફેરી, ટેમ્પોમાં 138 કરોડનું સોનું કોનું?
USA મોકલવાની લાલચ આપી હતી...
દિલ્હી (Delhi) પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અન્નુ ધનખડે (Annu Dhankar) પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તે હિમાંશુ ઉર્ફે ભાઉ અને સાહિલ રિટોલિયા સાથે મિત્ર છે. તેઓએ તેણીને વચન આપ્યું હતું કે તેઓ પોતાના ખર્ચે USA માટે વિઝા અને અન્ય દસ્તાવેજોની વ્યવસ્થા કરશે અને તેણી USA માં વૈભવી જીવન જીવશે.
આ પણ વાંચો : ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સામે NIA દ્વારા મોટી કાર્યવાહી, મિલકતો જપ્ત