Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે...
- વિદ્યાર્થીઓને ફી ન ભરવાની શાળાએ આપી સજા
- શિક્ષણથી વંચિત રાખી વિદ્યાર્થીને બેસાડ્યા બહાર
- વર્ગખંડમાં બેસાડવાની જગ્યાએ બેસાડ્યા બહાર
- બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળાનો વીડિયો
Borsad: આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે, બાળકને શિક્ષકના મહત્વને સમજાવતો દિવસ છે. પરંતુ જો શિક્ષક પોતાની જવાબદારી ભૂલી જોય તો? શાળામાં આવતા બાળકો સાથે માત્ર પૈસા (ફી)ના કારણે અન્ય અયોગ્ય વ્યવહાર કરીને ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવે તે કેટલું યોગ્ય છે? વિગતે વાત કરવામાં આવે તો, આણંદના બોરસદ (Borsad)માં આવેલી એક ખાનગી શાળાનો વીડિયો વારયલ થયો છે. મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી હતી તો વિદ્યાર્થીઓને શિક્ષણની વંચિત રાખીને ક્લાસની બહાર બેસાડ્યો હોવાનું સામે આવ્યું છે.
- બોરસદની ખાનગી શાળાની દાદાગીરી!
- વિદ્યાર્થીઓને ફી ન ભરવાની શાળાએ આપી સજા
- શિક્ષણથી વંચિત રાખી વિદ્યાર્થીને બેસાડ્યા બહાર
- વર્ગખંડમાં બેસાડવાની જગ્યાએ બેસાડ્યા બહાર#Borsad #Gujarat #GujaratiNews #school #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 5, 2024
આ પણ વાંચો: Rajkot : કૌભાંડીઓએ તો સ્મશાનને પણ બાકી ન રાખ્યું! અંતિમક્રિયા માટેનાં લાકડાઓમાં પણ કર્યું મસમોટું કૌભાંડ
ફી ન ભરવી હોય તો શાળાએ ન આવો આ તો કેવી દાદાગીરી?
બોરસદ (Borsad)ની આ ખાનગી શાળાની ખરેખર ખુલ્લેઆમ દાદાગીરી જ કહેવાને! બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળા (Saraswati Shishukunj School)નો આ વીડિયો છે, જેમાં વિદ્યાર્થીઓને ક્લાસની બહાર બેસાડ્યાં હતો. એટલું જ નહીં શિક્ષકે વાલીઓ સાથે ઉધતાઈ પૂર્વકનું વર્તન પણ કર્યું હતું. શિક્ષકે વાલીઓને કહ્યું કે, ફી ના ભરવી હોય તો બાળકોને શાળાએ ના મોકલશો! આ વર્તન એક શિક્ષકને શોભે તેવું છે? શિક્ષકને તો બાળકો પ્રત્યે કેટલી લાગણી હોય પરંતુ અહીં તો ગંગા અવળી વહેતી હોય તેવું જણાઈ આવ્યું છે.
આ પણ વાંચો: Kutch : રૂંવાડા ઊભા કરે એવી ઘટના! ઘરે જતી માતા-પુત્રીને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી અને પછી..!
શાળાની શિક્ષકે વાલી સાથે ઉધતાઈ પૂર્વક વર્તન કર્યું
બાળકોને ક્લાસની બહાર લોબીમાં બેસાડ્યા હતા, જેથી વાલીઓને આ બાબતે જાણ થઈ તો તેઓ શાળાઓ પહોંય્યા અને આ બાબતે ખુલાસો માંગ્યો હતો. વાલીઓએ કહ્યું કે, ફી બાકી છે તો વાલીઓને બોલાવા જોઈએ, વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાની ક્યાં જરૂર હતી! ખરેખર આ ખાનગી શાળાની દાદાગીરી છે. આવી રીતે ગુજરાતનું શિક્ષણ ઊંચું આવશે? માત્રા પૈસા માટે વિદ્યાર્થીઓને શિક્ષણની અળગા રાખવામાં આવ્યાં. સ્વાભાવિક છે કે, આ મામલે યોગ્ય તપાસ કરીને શાળા સામે પગલા લેવા જોઈએ.
આ પણ વાંચો: Gandhinagar : 'શિક્ષક દિવસ' એ TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આ માગ