Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi ની ઘણી હોસ્પિટલોમાં બોમ્બની માહિતી, ભયનો માહોલ, પોલીસ-પ્રશાસન એલર્ટ...

બોમ્બના સમાચારથી દિલ્હી (Delhi)ની ઘણી હોસ્પિટલોમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી (Delhi) ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, તેમને ઘણી અલગ-અલગ હોસ્પિટલોમાંથી બોમ્બના ઈમેલ મળ્યા છે. આ હોસ્પિટલોમાં જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ (જનકપુરી)નો સમાવેશ થાય છે. દીપ ચંદ્ર બંધુ હેડગેવાર હોસ્પિટલમાં...
delhi ની ઘણી હોસ્પિટલોમાં બોમ્બની માહિતી  ભયનો માહોલ  પોલીસ પ્રશાસન એલર્ટ
Advertisement

બોમ્બના સમાચારથી દિલ્હી (Delhi)ની ઘણી હોસ્પિટલોમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી (Delhi) ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, તેમને ઘણી અલગ-અલગ હોસ્પિટલોમાંથી બોમ્બના ઈમેલ મળ્યા છે. આ હોસ્પિટલોમાં જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ (જનકપુરી)નો સમાવેશ થાય છે. દીપ ચંદ્ર બંધુ હેડગેવાર હોસ્પિટલમાં બોમ્બ હોવાનો ઈમેલ પણ મળ્યો છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ કોલ વેરિફાઈ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી...

આ પહેલા દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલમાં પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. જે બાદ હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ અને નાગરિક એજન્સીઓ બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ હતી. જોકે, હોસ્પિટલના પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

Advertisement

Advertisement

અગાઉ બસ દ્વારા શાળાઓને ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી...

અગાઉ શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ પણ આવ્યો હતો. જોકે, કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. સુરક્ષા દળોની મદદથી તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને બાળકોને તેમના સુરક્ષિત ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ પછી, મેઇલિંગ એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં પોલીસને કોઈ સુરાગ મળ્યો નથી. દિલ્હી (Delhi) પોલીસની વિશેષ ટીમે ઇન્ટરપોલની મદદથી રશિયાનો સંપર્ક કર્યો છે અને મેલ મોકલનાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જે મેલ આઈડી પરથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેનું સર્વર રશિયાની રાજધાની મોસ્કોમાં છે. જો કે હજુ સુધી મેઈલ મોકલનારનો કોઈ પત્તો લાગ્યો નથી.

દિલ્હીમાં 25 મી મેના રોજ મતદાન...

દિલ્હી (Delhi)ની તમામ સાત લોકસભા બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા પ્રશાસન દેશની રાજધાનીને સુરક્ષિત રાખવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અસામાજિક તત્વો કે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. સુરક્ષા દળો આનો સામનો કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : Meerut : ટોલ પ્લાઝાનો ડરામણો Video, ટોલ માંગવા પર કાર ડ્રાઈવરે મહિલા કર્મચારીને કચડી…

આ પણ વાંચો : Lok Sabha Election : PM નરેન્દ્ર મોદીએ Varanasi થી ઉમેદવારી નોંધાવી

આ પણ વાંચો : Lok Sabha Election : પાંચમા તબક્કામાં કેટલા ઉમેદવારો કરોડપતિ છે, કેટલા કલંકિત છે? જાણો સમગ્ર માહિતી…

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 22 january 2025 : મીન રાશિના લોકોએ નાણાકીય મોરચે સાવધાની રાખવી જોઈએ, જાણો આજે તમારી રાશિ શું કહે છે

featured-img
જૂનાગઢ

Satadhar Dispute : વિજયભગત-ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ, ફોટા-વીડિયો જાહેર કર્યા

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીથી ઉડાન ભરેલી ફ્લાઇટ પટનામાં ઉતરી શકી નહી, 9 રાઉન્ડ પછી પાછી ફરી

featured-img
રાષ્ટ્રીય

UPSC સિવિલ સર્વિસીસ માટે આવતીકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જાણો પરીક્ષાની તારીખ

featured-img
ધર્મ ભક્તિ

Budh Gochar: 24 જાન્યુઆરીથી આ રાશિઓને મળશે બમ્પર લાભ

featured-img
આંતરરાષ્ટ્રીય

વેપાર યુદ્ધ ટાળવા માટે ભારતનો નવો દાવ, અમેરિકાથી 18000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા તૈયાર

×

Live Tv

Trending News

.

×