Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેશ બાબુથી ચાર ગણી વધુ ફી લે છે બોલીવુડ સ્ટાર્સ, જાણો કોની કેટલી ફી

અત્યારે ભારતીય સિનેમામાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે લડાઈ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે.વાસ્તવમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના તાજેતરના નિવેદનને લઈને વિવાદ શરૂ થયો છે. આ વિવાદ પર ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ બોલ્યા છે પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુના નિવેદને વિવાદમાં ઈંધણ ઉમેરવાનું કામ કર્યું છે. અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીàª
મહેશ બાબુથી ચાર ગણી વધુ ફી લે છે બોલીવુડ સ્ટાર્સ  જાણો કોની કેટલી ફી
Advertisement
અત્યારે ભારતીય સિનેમામાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે લડાઈ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે.વાસ્તવમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના તાજેતરના નિવેદનને લઈને વિવાદ શરૂ થયો છે. આ વિવાદ પર ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ બોલ્યા છે પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુના નિવેદને વિવાદમાં ઈંધણ ઉમેરવાનું કામ કર્યું છે. અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 
તેઓએ એમ પણ કહ્યું કે બોલિવૂડના લોકોને તેમની ફી પોસાય એમ નથી.મહેશ બાબુ સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોચના અભિનેતા એક છે. લોકપ્રિયતાના મામલે તે બોલિવૂડના ઘણા અભિનેતા સાથે સ્પર્ધા કરે છે. આટલું જ નહીં તે કમાણીના મામલામાં પણ બોલિવૂડ સ્ટારથી ઓછા નથી. ચાલો તમને આજે મહેશબાબુ કરતા પણ વધુ ફી લેતા બૉલીવુડના અભિનેતાની ફી  વિશે  જણાવીએ.
અક્ષય કુમાર 
બૉલીવુડમાં સૌથી વધુ  કમાણી  કરનારા અભિનેતા હોય તો તે અક્ષય કુમાર છે. અક્ષય કુમાર અમુક ફિલ્મ માટે 300 કરોડ રૂપિયાથી  વધુ ફી લે છે. જયારે  મહેશ બાબુ  એક ફિલ્મ માટે  55 થી 80 કરોડ  લે છે.
શાહરૂખ ખાન
દુનિયામાં શાહરૂખ ખાનનું સ્ટેટસ શું છે તે આપણે બધા જાણીએ છીએ. શાહરુખ ખાન પોતાનું  આકર્ષક વ્યક્તિત્વ સાથે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. તે પોતાની કોઈપણ ફિલ્મ કરવા માટે ફિલ્મની કમાણીનો  60 ટકા હિસ્સો  લે છે .
આમિર ખાન 
આમિર ખાન પણ બૉલીવુડ ઇન્ડ્રસ્ટીમાં સારી એવી કમાણી કરનારો અભિનેતા છે. તે કોઈ પણ ફિલ્મ કરવા માટે ફિલ્મ ની કમાણીનો 75 ટકા હિસ્સો લે છે.જયારે મહેશ બાબુ 80 કરોડમાં તો ખુશ થઇ જય છે .
હૃતિક રોશન
હૃતિક રોશન એ એક એવા અભિનેતા છે જેઓ ફિલ્મોમાંથી રકમ વસૂલવને બદલે તેઓ નફામાંથી જ પોતાનો હિસ્સો  લઇ લે છે. 
Tags :
Advertisement

.

×