Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કિંગ ખાને વડાપ્રધાનશ્રીને શુભેચ્છા આપતા કહ્યું, સાહેબ આજે રજા લ્યો....

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસ છે. દેશના નાનામાં નાના વ્યક્તિથી લઈને અનેક દિગ્ગજો વડાપ્રધાનશ્રીને શુભેચ્છા આપી રહ્યાં છે ત્યારે બોલિવૂડ  હસ્તીઓ પણ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) તેમના 72માં જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે કંગના રનૌત, શાહરૂખ ખાન, મહેશ બાબુ, અજય દેવગણ, અનિલ કપૂર, અક્ષય કુમાર, અનુપમ ખેર, પરેશ રાવલ, કિàª
કિંગ ખાને વડાપ્રધાનશ્રીને શુભેચ્છા આપતા કહ્યું  સાહેબ આજે રજા લ્યો
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસ છે. દેશના નાનામાં નાના વ્યક્તિથી લઈને અનેક દિગ્ગજો વડાપ્રધાનશ્રીને શુભેચ્છા આપી રહ્યાં છે ત્યારે બોલિવૂડ  હસ્તીઓ પણ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) તેમના 72માં જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે કંગના રનૌત, શાહરૂખ ખાન, મહેશ બાબુ, અજય દેવગણ, અનિલ કપૂર, અક્ષય કુમાર, અનુપમ ખેર, પરેશ રાવલ, કિરોન ખેર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સની દેઓલ સહિતની બોલિવૂડ હસ્તીઓએ શુભેચ્છા પાઠવી છે.
બોલિવુડના (Bollywood) કિંગખાન શાહરૂખ ખાને (Shahrukh Khan) વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, દેશની સેવા માટે તમારી પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શક્તિ અને સારા આરોગ્યની શુભેચ્છા. સાહેબ, આજે એક દિવસની રજા લઈને તમારો જન્મ દિવસ મનાવો, જન્મદિનની શુભકામના નરેન્દ્ર મોદી. 
Advertisement

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે (Akshay Kumar) પણ તેમણે ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, તમારું વિઝન, તમારો ઉત્સાહ, તમારી સતત કામ કરવાની ક્ષમતા મને પ્રેરિત કરે છે. જન્મદિવસની અનેકાનેક શુભકામના નરેન્દ્ર મોદીજી.

અનિલ કપૂરે (Anil Kapur) PM મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું કે, 'એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કે જેણે ભારતને વિશ્વના નકશા પર એવી રીતે મૂક્યું જે અમે ક્યારેય વિચાર્યું ન હતું... અચ્છે દિનના અગ્રદુત, અમારા ગૌરવશાળી રાષ્ટ્રના નેતા, તમે દર્ઘાયું અને સ્વસ્થ રહો.
Advertisement

અનુપમ ખેરે ટ્વીટ કરી નરેન્દ્રભાઈ મોદીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ શપથ લેતા જોવા મળી રહ્યા છે. સાથે તેમણે લખ્યું છે કે, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. તમને જન્મદિન મુબારક. પ્રભુ તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. તમે તમારા વડાપ્રધાન તરીકેના શપથની જવાબદારી નિભાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છો. વર્ષો સુધી કરતા રહેશે. તમારા નેતૃત્વ બદલ આભાર. વડાપ્રધાન મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. 

કંગના રનૌતે (Kangana Ranaut) ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની જૂની તસવીર શેર કરી છે લખ્યું છે કે, 'હેપ્પી બર્થ ડે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એક બાળક તરીકે રેલ્વે પ્લેટફોર્મ પર ચા વેચવાથી લઈને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કેટલી અવિશ્વસનીય સફર છે. અમે તમારા લાંબુ આયુષ્ય ઈચ્છીએ છીએ પણ તમે રામ, કૃષ્ણ અને ગાંધીની જેમ અમર છો. તમારો વારસો કોઈ ભૂંસી શકતું નથી, તેથી જ હું તમને અવતાર કહું છું. અમારા નેતા તરીકે તમને મળીને ધન્ય છે.
અજય દેવગણે (Ajay Devgan) પોતાના ટ્વિટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શેર કરી લખ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. તમારું નેતૃત્વ મને પ્રેરણા આપે છે. તમારા સારા સ્વાસ્થ્ય અને આવનારા વર્ષો માટે શુભેચ્છાઓ સર.'
Advertisement

સાઉથના અભિનેતા મહેશ બાબુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા. હું તમને સારા સ્વાસ્થ્ય, સુખ અને સતત સફળતાની ઇચ્છા કરું છું.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે (Karan Johar) પણ વડાપ્રધાનને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, આપણા રાષ્ટ્રનો મજબુત આધારસ્તંભ, વિશ્વના નકશા પર ભારતની અમીટ છાપ છોડવા આપણા દેશનું નેતૃત્વ કરનારા, જન્મદિવસની શુભેચ્છાઓ નરેન્દ્ર મોદી.

આ સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, સન્ની દેઓલ, અભિશેક બચ્ચન સહિત અનેક ફિલ્મ જગતના લોકોએ વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
Tags :
Advertisement

.