Boat Capsized : Odisha ના ઝારસુગુડામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જવાથી 7 લોકોના મોત...
ઓડિશાના ઝારસુગુડામાં મહાનદીમાં શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. પત્થર સેની મંદિર પાસે મહાનદીમાં બોટ પલટી (Boat Capsized) જતાં સાત લોકો ડૂબી ગયા હતા. બોટ (Boat Capsized)માં 50 થી 60 લોકો સવાર હોવાનું જાણવા મળે છે.
ઘણા લોકો ગુમ...
મળતી માહિતી મુજબ કેટલાક લોકો ગુમ થયાના અહેવાલ છે. મૃતકો અને ગુમ થયેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને સર્ચ ઓપરેશનમાં લાગી ગયું છે. પોલીસ ટીમની સાથે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી ગઈ છે.
#WATCH | Jharsuguda, Odisha: Several feared missing as boat overturns in Mahanadi River. Search and rescue operation in progress. pic.twitter.com/ah8TX94PrB
— ANI (@ANI) April 19, 2024
માછીમારોએ ઘણા લોકોને બચાવ્યા...
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બોટ (Boat Capsized) ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશન હેઠળના શારદા ઘાટ પહોંચવાની હતી. તેમણે કહ્યું કે સ્થાનિક માછીમારોએ 35 લોકોને બચાવ્યા અને કિનારે લાવ્યા.
મુખ્યમંત્રીએ સહાયની રકમની જાહેરાત કરી...
અધિકારીઓએ જણાવ્યું કે, વધુ સાત લોકોને બાદમાં પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ બચાવી લીધા હતા. તેમણે કહ્યું કે હજુ પણ સાત લોકો ગુમ છે અને તેમને શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સજયની જાહેરાત કરી છે અને પાંચ ડાઇવર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જાણો કોણ છે વાયરલ થઈ રહેલી સહારનપુરની બ્યુટીફુલ પોલિંગ ઓફિસર, Video Viral
આ પણ વાંચો : Lok Sabha Election 2024 : તો શું શાહરૂખ ખાને કર્યો કોંગ્રેસનો પ્રચાર!, Video Viral
આ પણ વાંચો : UP : ‘બે રાજકુમારોનું શૂટિંગ પરંતુ ફિલ્મ પહેલાથી જ રિજેક્ટ’, PM મોદીનો અખિલેશ-રાહુલ પર પ્રહાર…