છોટાઉદેપુર : જનરલ હોસ્પિટલમાં હડતાલનું રણશિંગુ ફૂંકતા હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના 54 જેટલા આઉટસોર્સિંગના કર્મચારીઓ બે માસથી પગાર નહીં ચુકવાતા હોવાના આક્ષેપ સાથે સવારે તમામ કામગીરીથી અળગા રહી હડતાલનું રણશિંગુ ફૂંકતા હોસ્પિટલ તંત્ર સફાળું જાગી ગઈ ઉઠ્યું હતું. જે બાદ સુપ્રીમો સહિતના અધિકારીઓની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડતો...
Advertisement
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના 54 જેટલા આઉટસોર્સિંગના કર્મચારીઓ બે માસથી પગાર નહીં ચુકવાતા હોવાના આક્ષેપ સાથે સવારે તમામ કામગીરીથી અળગા રહી હડતાલનું રણશિંગુ ફૂંકતા હોસ્પિટલ તંત્ર સફાળું જાગી ગઈ ઉઠ્યું હતું. જે બાદ સુપ્રીમો સહિતના અધિકારીઓની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડતો જોવા મળી આવ્યો હતો. બપોર બાદ કર્મીઓ પુનઃ પોતાની ફરજ ઉપર કામે લાગ્યા હતા.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કામ કરતા 54 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા મંગળવારે સવારે ફરજ ઉપર હાજર નહીં થઈ અને હોસ્પિટલ કેમ્પસમાં ભેગા મળી કંપનીના ઈજારેદાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પગાર ચૂકવણી થાય તે માટે માંગ કરવામાં આવી હતી. કહેવાય છે કે બે માસથી પગાર નહીં ચૂકવતા કર્મચારીઓ દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.
જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કર્મચારીઓનો એક માસનો પગાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હોસ્પિટલ સુપ્રિમોની સમજાવટના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓ ફરજ ઉપર પુનઃ કામે લાગ્યા હતા. સવારે ઉભી થયેલ પરિસ્થિતિને કારણે એક વખત તો જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ તેમજ આઉટડોર પેશન્ટની આરોગ્યની સેવાઓ સામે ચિંતા ઉભી થઈ હતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર નગરના જનરલ હોસ્પિટલમાં સેવા આપતા આઉટસોર્સિંગના કર્મચારીઓ અનેક વખત પોતાના પગારને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. અને પોતાના મહેનતાણા માટે લડત આપી છે. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે જે કર્મચારીઓ ખંત અને વફાદારીથી આરોગ્યની સેવા પ્રજા સુધી પહોંચાડે છે તેવા કર્મચારીઓને નિયમિત મહેનતાણું ચૂકવાઇ એ જરૂરી છે. ત્યારે બબ્બે માસ સુધી પગાર નહીં ચૂકવતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બને છે. અને જે ન્યાય નીતિના સિદ્ધાંતને સુસંગત નથી.
અહેવાલ - તોફીક શેખ