હેત કરી હસાવ તું- Bless me with endearment
નાનું બાળક માની આંગળી કે હાથ છૂટે તો રડવા માંડે. કારણ, ક્યાં જવું, શું કરવું, મારી સંભાળ કોણ લેશે…? વગેરે પ્રશ્ર્નો તેને દેખાય છે અને મૂંઝવણમાં નાખે છે. એજ પ્રમાણે માનવીનો સંબંધ કુદરત અને ઈશ્વર સાથેનો તૂટે, સલાહ લઈએ નહીં નિયમો- સિદ્ધાંતો જાણીએ નહીં, પ્રશ્નો પૂછી જવાબો ન મેળવીએ, લક્ષ્મણરેખાની હદ ન જાણીએ, પરિણામે સુખની મોસમ અટકે અને દુ:ખની શરૂઆત થાય.
માનવજીવન જો રોજબરોજના નિર્ણયોથી જ ઘડાતું હોય તો નિર્ણયોનો વિવેકપૂર્વક ઈશ્ર્વર- પ્રભુ દ્વારા આપણા અંત: કરણમાં અપાતી સલાહ મુજબ અમલ થાય તો સુખ આવી શકે. નિર્ણયો લેવા જ્ઞાન સમૃદ્ધ થવા શિક્ષણ, વાંચન, પ્રવાસ, નિરીક્ષણવૃત્તિ, સંશોધનવૃત્તિ તથા સંત સમાગમ કરવો જરૂરી છે.
શારીરિક સ્વસ્થતા સંભાળ લેવા જેટલું જ્ઞાન-સમજ ન મેળવીએ, અમલ- સાધના ન કરીએ તો પૈસા હોવા છતાં સુખ, આનંદ, પ્રસન્નતા મળે ખરી? જવાબ સ્પષ્ટ છે કે ન મળે.-જાન,માલ, મિલકતનો વીમો ઉતારીએ નહીં, નાણાંની બચત કરીએ નહીં, રોજિંદી વપરાશમાં આવતી સાધન- સામગ્રીની સંભાળ ન રાખીએ તો પણ સુખ-ચેન નંદવાઈ જાય.
સનાતન સત્ય:
*કિંમત ચૂકવ્યા વગર કંઈ પણ વિનામૂલ્યે મળતું નથી, દેવી કૃપા પણ નહીં.
*વાવ્યા વગર, વાવેલાને પાણી આપ્યા વગર, નિંદામણ કર્યા વગર વસંત આવી શકે નહીં, અને વગર મોસમ છલકી શકે નહીં.
*પશુનું નહીં, પણ ‘પશુત્વ’નું બલિદાન આપતા રહેવું જોઈએ.
*ભેટ આપતા રહેવાની વૃત્તિ (વાવણી સમજીને), વલણ સમજણ હોવાં જોઈએ.
*ક્રોધ, અહંકાર, અભિમાન, અપેક્ષા, કંજૂસાઈ રાખનારા પાસે વસંતના બદલે ‘પાનખર’ નો ગાળો ઘણો લાંબો રહે છે, લાંબો ચાલે છે એ સત્ય સનાતન છે.
*કુદરત- ઈશ્ર્વર-અલ્લાહના અવાજનો સંપર્ક તૂટી જવાથી, જંગલમાં કે ટોળામાં એકલા અટવાયા હોઈએ
તેવો ભાવ અને ગ્લાનિ-રિક્તતાનો અનુભવ થાય. ડિપ્રેશન તથા માનસિક તાણ- ટેન્સન જેવું લાગે, હસીખુશી, પ્રસન્નતા જાય, છીનવાઈ જાય. આપણી અંદર પ્રજ્વલિત ચેતના અંતરાત્માનો સ્વભાવ જ ‘વિવેકયુક્ત ઈશ્ર્વરપ્રિય બોધ’ આપવાનો છે, માટે અંત: કરણના અવાજ પ્રમાણે વર્તીએ તો પ્રસન્નતા જળવાઈ રહે તેવા નિર્ણય થાય- લેવાઈ.
બોધ
જીવનમાં મોસમ છલકે એ માટે વલણમાં બદલાવ લાવવા જેવી કોઈ વ્યકિત છે તો તે આપણે સ્વયં પોતે જ છીએ.
*સુખ દુ:ખનું મુખ્ય કારણ નિર્ણયો પ્રત્યે આપણું વલણ હોય છે.
*નિયંત્રક’ પણાનું વલણ બદલવું જોઈએ.
*આપણું ધાયુર્ં ન થાય ત્યારે જે થાય તે ‘ઈશ્ર્વરનું સુધાર્યું’ થયું તેમ માનવું જોઈએ.
ભાષાનો વપરાશ પણ સામી વ્યક્તિ સાથેના સંબંધ બગાડે કાં મિત્રતા બાંધે અને તેની અસર પણ ઈશ્ર્વરની નારાજગી કે રાજી થવા પર તથા આપણી પ્રસન્નતા પર પડે.
ચિંતન
પોતાનું કર્તવ્ય, ફરજોને ધર્મ સમજી ઉત્તમ રીતે કાર્ય કરે તેના પર દૈવી તત્ત્વો રાજી થાય, મદદરૂપ થાય અને મોસમને છલકતી રાખે.
આપણી પસંદગીઓ પ્રભુ પ્રિય હોય તો ઈશ્વરની કૃપા- રાજીપો મળે અને પ્રભુના મુખ પર મહેંક મલકાટ આવે તો મોસમ છલકે, છલકે અને છલકે જ.
આ પણ વાંચો: तन की जाने मन की जाने, जाने चित्त की चोरी- Omniscient Shree Hari