Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી અને અમિત શાહના વતનમાં ખીલ્યું કમળ, 2017માં બન્ને બેઠકો પર કોંગ્રેસ જીતી હતી

વડાપ્રધાન મોદીના (PM Modi)ગામ વડનગર અને ગૃહમંત્રી અમિત શાહના(Amit Shah) ગામ માણસામાં ફરી એકવાર કમળ ખીલ્યું છે. કોંગ્રેસે ગત વખતે બંને જગ્યાએ જીત મેળવી હતી,પરંતુ આ વખતે વડનગર અને માણસા માટે ભાજપે અલગ રણનીતિ બનાવી હતી. આ રણનીતિ સફળ રહી અને ઊંઝામાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને માણસામાં પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલનો વિજય થયો છે.વડનગરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ  મોહન ભાગવતના નિકટના આ વખતે
pm મોદી અને અમિત શાહના વતનમાં ખીલ્યું કમળ  2017માં બન્ને બેઠકો પર કોંગ્રેસ જીતી હતી
Advertisement
વડાપ્રધાન મોદીના (PM Modi)ગામ વડનગર અને ગૃહમંત્રી અમિત શાહના(Amit Shah) ગામ માણસામાં ફરી એકવાર કમળ ખીલ્યું છે. કોંગ્રેસે ગત વખતે બંને જગ્યાએ જીત મેળવી હતી,પરંતુ આ વખતે વડનગર અને માણસા માટે ભાજપે અલગ રણનીતિ બનાવી હતી. આ રણનીતિ સફળ રહી અને ઊંઝામાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને માણસામાં પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલનો વિજય થયો છે.
વડનગરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ  મોહન ભાગવતના નિકટના 
આ વખતે ભાજપે ઊંઝા વિધાનસભા હેઠળ આવતા વડનગરમાં કિરીટ પટેલને ટિકિટ આપી હતી. પટેલ આરએસએસના વડા મોહન ભાગવતના નજીકના હોવાનું કહેવાય છે. ભાજપના કાર્યકરોના જણાવ્યા મુજબ કિરીટ પટેલનું નામ નક્કી થાય તે પહેલા ટીકીટને લઈને જૂથવાદ હતો, જે નામો બહાર આવી રહ્યા હતા તેમાં મતભેદ હતા. કિરીટ પટેલનું નામ આવતાની સાથે જ જૂથબંધી બંધ થઈ ગઈ હતી. આરએસએસ વડાની નજીક હોવાથી સંઘના સ્વયંસેવકોએ તેમના માટે પ્રચાર કરવામાં કોઈ કસર છોડી ન હતી.
ઉંઝા બેઠક પર ભાજપ 1995થી સતત જીતી રહ્યું હતું, 2017માં હારી ગયું હતું
ઊંઝા ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ અહીં 1995થી સતત જીતી રહ્યુ હતું, પરંતુ 2017માં કોંગ્રેસના ડો.આશાબેન પટેલે ભાજપના નારાયણભાઈ લલ્લુદાસને હરાવ્યા હતા. આના બે કારણો હતા. પહેલું, પાટીદારોનું આંદોલન અને બીજું ચાર વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણભાઈ લલ્લુદાસ પટેલ સામેની એન્ટિ ઈન્કમ્બન્સી હતી. તેથી જ આ વખતે આરએસએસે ઊંઝામાં સમગ્ર કમાન પોતાના હાથમાં લીધી હતી. પ્રચાર પણ આગોતરા કરવામાં આવ્યો હતો અને પોતાની પસંદગીના ઉમેદવારની વરણી પણ કરવામાં આવી હતી.
માણસા બેઠક પર પાટીદાર વોટબેંકે ભાજપ પર વિશ્વાસ મુક્યો 
અમિત શાહના ગામ માણસામાં કોંગ્રેસ છેલ્લા બે વખતથી જીતી રહી હતી. તેથી જ આ વખતે અહીંની સમગ્ર ચૂંટણીની રણનીતિ ખુદ અમિત શાહની દેખરેખમાં તૈયાર કરવામાં આવી હતી. માણસામાં પણ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાતમાં વિલંબ થયો હતો. જયંતિ પટેલને અનેક જગ્યાએથી ફીડબેક લીધા બાદ ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે મોહનસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. 
માણસાનું જાતિગત સમીકરણ 
માણસામાં પાટીદાર સમાજની વસ્તી સૌથી વધુ છે. તેમની પાસે લગભગ 45 હજાર વોટ છે. ઠાકોર લગભગ 42 હજાર, રાજપૂત 30 હજાર અને ચૌધરી લગભગ 23 હજાર છે. બ્રાહ્મણ અને વાણીયાની વસ્તી ઘણી ઓછી છે.આ બેઠક પર ભાજપની જીત દર્શાવે છે કે પાર્ટી આ વખતે પાટીદારોના મત મેળવવામાં સફળ રહી છે. અહીં દરેક પક્ષ પાટીદાર અને ઠાકોર મતો એક બાજુ પડે તેવો પ્રયાસ કરે છે. આ બે સમુદાયો કોઈપણ ઉમેદવારને જીતાડી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×