ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે ઝંઝાવાતી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ 96 ઉમેદવારોની નામ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ 96 ઉમેદવારોની નામ કર્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનનું પીએમ મોદી નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતા પ્રચાર કરશે
ભાજપ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 40 સ્ટાર પ્રચારકો ગુજરાતની તમામ વિધાનસભાની બેઠકો ખૂંદી વળશે. ગુજરાતના વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓના નામ સામે આવ્યાં છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ સ્ટાર પ્રચારકની કામગીરી કરશે. જેમાં ફિલ્મ અભિનેતા-નેત્રી અને રાજનીતિ સાથે સંકળાયેલા નેતાઓનું નામ પણ સામેલ છે જેમાં પરેશ રાવળ, હેમા માલિનીના નામ છે.
જુઓ ભાજપના સ્ટાર પ્રચાર નેતાઓના નામ
Advertisement
- 1.નરેન્દ્રભાઈ મોદી
- 2. જે.પી. નડ્ડા
- 3 રાજનાથ સિંહ
- 4. અમિતભાઈ શાહ
- 5. નીતિન ગડકરી
- 6.સી. આર. પાટીલ
- 7.ભૂપેન્દ્રભાઈ પટેલ
- 8.અર્જુન મુંડા
- 9. સ્મૃતિ ઈરાની
- 10. ધર્મેન્દ્ર પ્રધાન
- 11. મનસુખભાઈ માંડવિયા
- 12. ભૂપેન્દ્ર યાદવ
- 13. પરષોત્તમભાઈ રૂપાલા
- 14. ભારતીબેન શિયાળ
- 15.સુધીરજી ગુપ્તા
- 16. યોગી આદિત્યનાથ
- 17. શિવરાજસિંહ ચૌહાણ
- 18. હેમંત બિશ્વ શર્મા
- 19. દેવેન્દ્ર ફડણવીસ
- 20.વિજય રૂપાણી
- 21. નીતિન પટેલ
- 22.વજુભાઈ વાળા
- 23. રત્નાકર
- 24.દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
- 25.રવિ કિશન
- 26.મનોજ તિવારી
- 27.તેજસ્વી સૂર્ય
- 28.હર્ષ સંઘવી
- 29. હેમા માલિની
- 30.પરેશભાઈ રાવલ
- 31. પ્રદિપસિંહ વાઘેલા
- 32.વિનોદભાઈ ચાવડા
- 33. મનસુખભાઈ વસાવા
- 34. પૂનમબેન મેડામ
- 35. પ્રશાંતભાઈ કોરાટ
- 36.શંભુપ્રસાદજી ટુંડિયા
- 37. કુંવરજીભાઈ બાવળિયા
- 38.ગણપતભાઈ વસાવા
- 39. પરષોત્તમભાઈ સોલંકી
- 40.પરિન્દુ ભગત
ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે
ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. આ ઉપરાંત, હજૂ પણ ભાજપના 22 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રાખવામાં આવ્યા છે.
22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી
રાધનપુર,પાટણ,ખેરાલુ,હિંમતનગર,ગાંધીનગરદક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર, પૂર્વ પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા છે. સુરત, ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement