Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેતી જજો! રાજ્યમાં 884 કોરોનાના નવા કેસ નોંધાયા, સાથે ત્રણ મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે  5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. રાહતની વાત એ છે કે  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ કોરોનાને હરાવી  ચુક્યાં  આજે નવા  770 દર્દીઓ સાજા થયા છે, પરંતુ આજે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ, 9 ગંભીર જેમાં એક અમદાવાદમ
ચેતી જજો  રાજ્યમાં 884 કોરોનાના નવા કેસ નોંધાયા  સાથે ત્રણ મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે  5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. રાહતની વાત એ છે કે  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ કોરોનાને હરાવી  ચુક્યાં  આજે નવા  770 દર્દીઓ સાજા થયા છે, પરંતુ આજે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. 
રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ, 9 ગંભીર 
જેમાં એક અમદાવાદમાં, એક સુરતમાં જ્યારે એક ભાવનગરના દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,959 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં ક્યા કેટલા નોંધાયા કેસ 
આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 51 અને એકનું મોત થયું છે, મહેસાણામાં 49, ગાંધીનગર 44, કચ્છ 37, ગાંધીનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ કોર્પોરેશનમાં 25, સુરત 21, પાટણ 20, રાજકોટ 20, આણંદ, સાબરકાંઠા અને વલસાડમાં 15-15-15 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાં 14 કેસ અને એકનું મોત થયું છે. નવસારીમાં 14, બનાસકાંઠામાં 13, ભરૂચ 11, દેવભૂમિ દ્વારકા 11, જામનગર કોર્પોરેશનમાં 10 અને સુરેન્દ્રનગરમાં 10 એમ કુલ 884 કેસ નોંધાયા છે.
 
રસીકરણમાં મોખરે ગુજરાત 
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,47,459 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 40327 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2188 ને રસીનો પ્રથમ અને 3236 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 291001 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,33,90,214 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.