ICCના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલી અને જય શાહ આમને સામને, બંને વચ્ચે થઈ શકે છે સ્પર્ધા
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે વર્તમાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા
(BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ
વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલે
તેમનો કાર્યકાળ વધારવા માંગતા નથી. બાર્કલી નવેમ્બર 2020માં ICC ના પ્રમુખ બન્યા. તેમણે ભારતના શશાંક
મનોહરનું સ્થાન લીધું જેમણે જુલાઈ 2020માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું
હતું.
કોલકાતા સ્થિત એક અગ્રણી અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ બંને ICCના આગામી પ્રમુખ બનવા માંગે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે
ગાંગુલી અને જય શાહ ICCના નવા પ્રમુખ બનવાની રેસમાં આગળ છે.
જો આ બેમાંથી કોઈ એક આઈસીસીના આગામી પ્રમુખ બને છે, તો તે આઈસીસીના ટોચના હોદ્દા પર કબજો મેળવનાર ભારતના આવા પાંચમા
અધિકારી હશે. અગાઉ જગમોહન દાલમિયા (1997-2000), શરદ પવાર (2010-2012), એન શ્રીનિવાસન (2014-2015)
અને શશાંક મનોહર (2015-2020) આ પદ પર રહી ચૂક્યા છે.
વર્તમાન ICC ચેરમેન બાર્કલે ઓકલેન્ડ સ્થિત એક વ્યાવસાયિક વકીલ છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં
આવ્યું છે કે બાર્કલે પ્રોફેશનલ પ્રતિબદ્ધતાને કારણે
પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી અને આવી સ્થિતિમાં આઈસીસીને નવેમ્બર 2022માં નવો અધ્યક્ષ મળી શકે છે. ICC પ્રમુખ બે વર્ષ માટે ચૂંટાય છે અને તેને છ વર્ષથી વધુ લંબાવી શકાતા
નથી.