મથુરાના બાંકે બિહારી મંદિરમાં ભાગદોડ, 2ના મોત
ભગવાન કૃષ્ણના શહેર મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના સર્જાઇ છે. જન્માષ્ટમીની મંગળા આરતી દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. મંદિરમાં થયેલી નાસભાગમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડ એટલી હતી કે મંગળા આરતી દરમિયાન 50 થી વધુ લોકો બેભાન
Advertisement
ભગવાન કૃષ્ણના શહેર મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના સર્જાઇ છે. જન્માષ્ટમીની મંગળા આરતી દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. મંદિરમાં થયેલી નાસભાગમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડ એટલી હતી કે મંગળા આરતી દરમિયાન 50 થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો. પોલીસે મૃતકોની ઓળખ નોઈડાની રહેવાસી નિર્મલા દેવી અને વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે કરી છે.
મથુરા પોલીસે માહિતી આપી છે કે મથુરાના વૃંદાવન બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. ભીડને કારણે લોકોની તબિયત લથડી હતી, જેમાં એક મહિલા અને એક પુરૂષ ભક્તનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે.
મંગળા આરતી એ સવારની પ્રથમ આરતી છે, જે લગભગ 3-4 વાગ્યે કરવામાં આવે છે. ગઈકાલથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા હતા. મંગળા આરતી વખતે પણ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન અચાનક નાસભાગનો બનાવ બન્યો હતો.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના અવસર પર ભીડ વધી જાય છે. જન્માષ્ટમીના અવસર પર મથુરા-વૃંદાવનની તમામ હોટેલ-લોજ અને આશ્રમો ભરાઈ ગયા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ ફૂટપાથ પર સૂઈને પણ રાત વિતાવી હતી. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરા ગયા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી. લગભગ 50 લાખ ભક્તો જન્માષ્ટમી મનાવવા માટે મથુરા પહોંચ્યા હતા, જે વિસ્તારની ક્ષમતા અનુસાર મોટી સંખ્યા છે.