શેખ હસીનાએ ભારતને ગણાવ્યો બાંગ્લાદેશનો સાચો મિત્ર, PM મોદીની કરી પ્રશંસા
બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) 5મી સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે આવવાના છે. તેમની આ મુલાકાત બંન્ને દેશો વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ પહેલા શેખ હસીનાએ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યું. જેમાં તેમણે ભારતને બાંગ્લાદેશનો ટેસ્ટેડ ફ્રેન્ડ (પરખાયેલો મિત્ર) ગણાવ્યો તો મુશ્કેલીના સમયમાં મદદ માટે વડાપ્રધાનશ્રી મોદીની (Narendra Modi) પ્રશંશા કરી.તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુàª
બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) 5મી સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે આવવાના છે. તેમની આ મુલાકાત બંન્ને દેશો વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ પહેલા શેખ હસીનાએ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યું. જેમાં તેમણે ભારતને બાંગ્લાદેશનો ટેસ્ટેડ ફ્રેન્ડ (પરખાયેલો મિત્ર) ગણાવ્યો તો મુશ્કેલીના સમયમાં મદદ માટે વડાપ્રધાનશ્રી મોદીની (Narendra Modi) પ્રશંશા કરી.
તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે અમારા અનેક વિદ્યાર્થી પૂર્વિય યૂરોપમાં ફસાયા હતા, જેમને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) પહેલ બાદ ભારતે બચાવ્યા. તેમણે પોતાના દેશના વિદ્યાર્થીઓને બચાવવા માટેની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલની સરાહના કરી. આ દરમિયાન શેખ હસીનાએ વેક્સિન મૈત્રી કાર્યક્રમ હેઠળ પાડોશી દેશને કોવિડ-19 વેક્સિન (Covid-19 Vaccine) આપવા માટે મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી.
તેમણે પાડોશી દેશો વચ્ચે મજબૂત સહયોગ જાળવી રાખવા માટે ભાર આપ્યો. તેમણે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદ હોઈ શકે છે પરંતુ તેનો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવો જોઈએ. અનેક ક્ષેત્રોમાં ભારત અને બાંગ્લાદેશે તેમજ કર્યું છે.
તેમણે કહ્યું, હું વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું. રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગમાં અમારા અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેઓ આશ્રય માટે પોલેન્ડ ગયા પરંતુ જ્યારે ભારત પોતાના વિદ્યાર્થીઓને લાવી રહ્યું હતું તો તે અમારા વિદ્યાર્થીઓને પણ પરત લાવ્યું.
Advertisement