Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાંતના દુખાવામાં આ વસ્તુઓનું સેવન ટાળો, નહીંતર વધી જશે દુખાવો

દાંતમાં દુખાવો થાય ત્યારે અસહ્ય દુખાવો થાય છે. દાંતના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમારા દાંતમાં સડો થાય છે તો દાંતમાં દુખાવો થાય છે. પાયોરિયા, દાંતમાં લૂઝ ફિલિંગ કે મોઢામાં ચાંદા પડવાથી પણ દાંતનો દુખાવો થઈ શકે છે.ડહાપણની દાઢ  આવવાને કારણે પણ પીડા થઈ શકે છે. દાંતની આજુબાજુની ઈજાને કારણે પણ દુખાવો વધે છે. દાંતના દુઃખાવા દરમિયાન કંઈપણ ખાવું મુશ્કેલ છે. પરંતુ કેટલાક એવા ખોરાક છે,
દાંતના દુખાવામાં આ વસ્તુઓનું સેવન ટાળો  નહીંતર વધી જશે દુખાવો
દાંતમાં દુખાવો થાય ત્યારે અસહ્ય દુખાવો થાય છે. દાંતના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમારા દાંતમાં સડો થાય છે તો દાંતમાં દુખાવો થાય છે. પાયોરિયા, દાંતમાં લૂઝ ફિલિંગ કે મોઢામાં ચાંદા પડવાથી પણ દાંતનો દુખાવો થઈ શકે છે.ડહાપણની દાઢ  આવવાને કારણે પણ પીડા થઈ શકે છે. દાંતની આજુબાજુની ઈજાને કારણે પણ દુખાવો વધે છે. દાંતના દુઃખાવા દરમિયાન કંઈપણ ખાવું મુશ્કેલ છે. પરંતુ કેટલાક એવા ખોરાક છે, જેને ખાવાથી તમારી પરેશાની બમણી થઈ શકે છે. આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે તમારે દાંતના દુઃખાવા દરમિયાન ટાળવા જોઈએ. 
દાંતના દુખાવામાં શું ન ખાવું?
દાંતના દુઃખાવા દરમિયાન કંઈપણ ખાધા પછી કોગળા કરવાનું અને બ્રશ કરવાનું ભૂલશો નહીં. જો કેવિટીને કારણે દાંતમાં દુખાવો થતો હોય, તો ખોરાકના કણો કેવિટીમાં ફસાઈ શકે છે અને તમારો દુખાવો વધશે. તેથી  દાંતની સફાઇ ખુબજ મહત્વની બની જાય છે. 

જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો આ વસ્તુઓનું સેવન ટાળો
1. ગળી વસ્તુઓ 
દાંતના દુખાવા દરમિયાન મીઠી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. મીઠાઈ, ટોફી, ચોકલેટ વગેરેનું સેવન ન કરો. તમારા દાંતમાં ચોંટી જાય તેવી મીઠાઈઓનું સેવન ન કરો. રીફાઇન્ડેડ શુગર તમારા દાંતના દુઃખાવાને વધારી શકે છે.
2. સ્ટાર્ચયુક્ત ખોરાક
તમારે એવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ જેમાં સ્ટાર્ચ હોય. સ્ટાર્ચ બ્રેડ અને બટાકામાં જોવા મળે છે. તેમનું સેવન કરવાનું ટાળો. દાંતના દુખાવા દરમિયાન આવી વસ્તુઓના કારણે તમારો દુખાવો વધી શકે છે. 
3. સોફ્ટ ડ્રિંક્સ 
જો દાંતમાં દુખાવો થતો હોય તો સોફ્ટ ડ્રિંક્સ કે ઠંડા પીણાનું સેવન ટાળો. તેમાં સોડા હોય છે. સોડામાં ફોસ્ફરસ એસિડ અને સાઇટ્રિક એસિડ હોય છે, જે દાંતના કોટિંગમાં અગવડતા વધારી શકે છે.
4. ખાટા ફળો
જો દાંતમાં દુખાવો થતો હોય તો આ સમય દરમિયાન ખાટાં ફળોનું સેવન ન કરો. તમારે નારંગી, લીંબુ, અને મોસંબી વગેરેનું સેવન ટાળવું જોઈએ.
5. કાચી શાકભાજી 
દાંતના દુઃખાવા દરમિયાન તમારે કાચા શાકભાજીનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. આવી વસ્તુઓ ખાવામાં અઘરી હોય છે અને દાંતને ચાવવામાં વધુ મહેનત કરવી પડે છે.
6. આલ્કોહોલ
એવી વસ્તુઓ સેવન ટાળો જેનાથી તમારું મોં સુકાઈ જાય. એવી કેટલીક દવાઓ છે જે શુષ્ક મોંનું કારણ બને છે. આલ્કોહોલનું સેવન કરવાથી પણ મોં  સુકાઈ જાય છે. શુષ્ક મોં એટલે મોઢામાં ઓછી લાળ.જો લાળ ઓછી હશે તો ખોરાક દાંત પર ચોંટી જશે અને તમારી સમસ્યા વધી શકે છે.
જ્યારે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે સૂપનું સેવન કરો. તે પીવું સરળ રહેશે અને ચાવવું નહીં પડે..આપ દાંતના દુખાવા દરમ્યાન પનીર ખાઈ શકો છો. તેને ચાવવા માટે દાંતને વધારે મહેનત કરવી પડતી નથી .લાંબા સમય સુધી દાંતના દુખાવાની અવગણના કરવી સારી નથી. તમારે સમયસર સારવાર લેવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.