Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AUS vs IND:ભારત સામેની આ 2 મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર 6 ફાસ્ટ બોલરોને તક મળી નાથન મેકસ્વીની બન્યો ટીમનો કેપ્ટન AUS vs IND: ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા(AUS vs IND)ના પ્રવાસે જશે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેવાની છે, પરંતુ તે...
aus vs ind ભારત સામેની આ 2 મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત
  • ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર
  • 6 ફાસ્ટ બોલરોને તક મળી
  • નાથન મેકસ્વીની બન્યો ટીમનો કેપ્ટન

AUS vs IND: ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા(AUS vs IND)ના પ્રવાસે જશે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેવાની છે, પરંતુ તે પહેલા ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચે બે ચાર દિવસીય મેચ રમાશે. હવે આ બે મેચ માટે ઓસ્ટ્રેલિયન A ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 17 ખેલાડીઓને તક મળી છે. 25 વર્ષીય નાથન મેકસ્વિની ટીમનું સુકાન સંભાળશે, જ્યારે 30 વર્ષીય બ્યુ વેબસ્ટર 2016 પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા A ટીમમાં પરત ફરશે.

Advertisement

સેમ કોન્સ્ટાસે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે

સેમ કોન્સ્ટાસને પણ ઓસ્ટ્રેલિયન A ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે સ્થાનિક ક્રિકેટની શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાઉથ ઓસ્ટ્રેલિયા સામેની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ માર્કસ હેરિસ અને કેમરન બેનક્રોફ્ટને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હેરિસે તાસ્માનિયા સામે 143 રન ફટકારીને તેની 29મી ફર્સ્ટ ક્લાસ સદી સાથે સિઝનની શરૂઆત કરી હતી.

6 ફાસ્ટ  બોલરોને તક મળી

ઓસ્ટ્રેલિયન A ટીમમાં ટોડ મર્ફી અને કોરી રોકિઓલી જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જો આ બંને ખેલાડીઓ ભારત A સામે સારૂ પ્રદર્શન કરે છે તો આ બંનેને ઓસ્ટ્રેલિયાની મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે છે. ટીમમાં છ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી સ્કોટ બોલેન્ડ અને માઈકલ નેસરને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સારો અનુભવ છે.

Advertisement

આ પણ  વાંચો -શું સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયા થઈ બહાર?,જાણો પોઈન્ટ ટેબલ

Advertisement

ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઇલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા A સિલેક્શન સાથે હંમેશની જેમ અમે એક એવી ટીમ પસંદ કરી છે જેનાથી અમને આશા છે કે શાનદાર ફોર્મમાં રહેલા ખેલાડીઓ સાથે સારું પ્રદર્શન કરી શકશે. તેમને ઈનામ પણ આપી શકે છે. ઑસ્ટ્રેલિયા A ટીમની પસંદગી કરવી અત્યંત પડકારજનક છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પાછા ફરવાના આરે વરિષ્ઠ ખેલાડીઓ સાથે આવે છે તે ઊંડાણ અને પ્રતિભાને પ્રકાશિત કરે છે. પસંદ કરાયેલા ખેલાડીઓને મજબૂત તૈયારી કરવાની સારી તક છે.

આ પણ  વાંચો -Asia Cup 2024: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની

બંને ટીમ વચ્ચેની બે મેચનું શિડ્યુલ

  • 31 ઓક્ટોબર-3 નવેમ્બર: પ્રથમ ચાર દિવસીય મેચ
  • 7-10 નવેમ્બર: બીજી ચાર દિવસીય મેચ, મેલબોર્ન

ઓસ્ટ્રેલિયા A ટીમ

નાથન મેકસ્વીની (કેપ્ટન), કેમેરોન બેંક્રોફ્ટ, સ્કોટ બોલેન્ડ, જોર્ડન બકિંગહામ, કૂપર કોનોલી, ઓલી ડેવિસ, માર્કસ હેરિસ, સેમ કોન્સ્ટાસ, નાથન મેકએન્ડ્રુ, માઈકલ નેસર, ટોડ મર્ફી, ફર્ગસ ઓ'નીલ, જીમી પીયર્સન, જોશ ફિલિપ, કોરી રોચી, કોરી રોચી માર્ક સ્ટીકેટી, બ્યુ વેબસ્ટર સ્થાન મળ્યું છે.

Tags :
Advertisement

.