કમ સે કમ તમારા હાથની લોકો ચા તો પીવે છે , મારા હાથની તો કોઇ ચા પણ નથી પીતુંઃ ખડગે
ગુજરાત ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ એકબીજા પર ખુલીને આકરા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે એક સભાને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદી એક પછી એક જુઠ્ઠાણું બોલી રહ્યા છે, અને કોંગ્રેસ પર દેશને લૂંટવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે હકીકત એ છે કે તેઓ ખુદ અમીરો સાથે ઉભા છે. મારા હાથની તો લોકો ચા પણ નથી પીતાઃ ખડગે ખડગેએ કહ્યું કે પીએમ મોદી લોકોને ખોટા વાયદાઓ à
ગુજરાત ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ એકબીજા પર ખુલીને આકરા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે એક સભાને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદી એક પછી એક જુઠ્ઠાણું બોલી રહ્યા છે, અને કોંગ્રેસ પર દેશને લૂંટવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે હકીકત એ છે કે તેઓ ખુદ અમીરો સાથે ઉભા છે.
મારા હાથની તો લોકો ચા પણ નથી પીતાઃ ખડગે
ખડગેએ કહ્યું કે પીએમ મોદી લોકોને ખોટા વાયદાઓ કરે છે. તેઓ લોકો સમક્ષ ખુદને ગરીબ બતાવીને સહાનુભૂતિ મેળવે છે. ખડગેએ કહ્યું કે હું સૌથી ગરીબ અને અસ્પૃશ્ય જાતિમાંથી આવું છું .તેમણે પીએમ મોદીને સંબોધીને કહ્યું કે કમ સે કમ તમારા હાથની લોકો ચા તો પીવે છે.. મારા હાથની તો લોકો ચા પણ નથી પીતા. તેમણે કહ્યું કે મોદીજી અને અમિત શાહ પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષોમાં શુ કર્યુ, જો કોંગ્રેસે 70 વર્ષમાં કંઇ કર્યુ ન હોત તો આપને લોકતંત્ર ન મળ્યું હોત.
પીએમ ઔકાતની વાત કરી સહાનુભૂતિ મેળવવા માંગે છેઃ ખડગે
ખડગેએ કહ્યું કે પીએમ મોદી 'ઔકાત'ની વાત કરીને સહાનુભૂતિ મેળવવા માંગે છે, પરંતુ વારંવાર જુઠ્ઠાણું બોલવાથી તે ચાલશે નહીં. તેમણે પીએમને જુઠ્ઠાણાના માસ્ટર પણ કહ્યા. ખડગેએ કહ્યું “તમે કહો છો કે હું ગરીબ છુ, પરંતુ આવી વાત કરીને તમે સહાનુભૂતિ નહીં મેળવી શકો, લોકો હવે સ્માર્ટ થઈ ગયા છે, આટલા મૂર્ખ નથી. એકવાર જૂઠું બોલશો તો લોકો સાંભળશે. બે વાર સાંભળશે. તમે કેટલી વાર જૂઠું બોલશો?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement